________________ વાત. ] મેહનચરિત્ર સર્ગ પદમ. ( 287 ) - મુનીરાજ શ્રીમોહનલાલજીના ઉપદેશથીજ એ ભાઈચંદ શેઠની બુદ્ધિ એવા પ્રકારની થયેલી હતી. અથવા સંસર્ગને (સબતનો મહિમાજ કઈ અપૂર્વ છે. એટલે મહારાજશ્રીની સંગતિથી એ પ્રમાણે એણે દ્રવ્ય ધર્માદામાં વાપર્યું. 112. पूर्णचन्द्राङ्गभूः श्रीमत्पन्नालालोऽप्यचीकरत् / अथाश्विने वाटिकायां निजायामुपधानकम् // 113 // ત્યારપછી આ માસમાં પૂરણચંદ શેઠના પુત્ર શ્રીમાન પન્નાલાલે પણ પિતાની વાડીમાં ઉપધાન કરાવ્યું. 113. तपस्विनः स्थितास्तत्र बहुशो वशिनो मुदा / . यदा श्रावकजातीनामावश्यकमिदं तपः॥ 114 // મનને વશ રાખનારા ઘણા શ્રાવકો એ તપમાં બેઠા. અથવા ( કવિ કહે છે કે, દરેક શ્રાવકે એ તપ અવશ્ય કરવું જ જોઈએ. 114. तपोऽन्ते कार्तिक कृष्णे मालिकाभिरलंकृताः। तपस्विनो महात्मानोऽनल्पश्रद्धापुरस्सरम् // 115 // તપશ્ચર્યાની સમાપ્તિ વખતે કાર્તિક માસના કૃષ્ણ પક્ષમાં મહાત્મા તપરિવને ઘણી શ્રદ્ધાથી માળા પહેરાવિયે. 115. तस्मिन्नेव दिने रम्यो निःसृतो वरघोटकः / देवयानसमा यत्र रथाः सन्ति शताधिकाः॥ 116 // તેજ દિવસે મોટો વરઘોડો પણ કાઢવામાં આવે અને તેમાં દેવકીનાં * વાહને સરખા સો કરતાં પણ વધારે રથો હતા. (ઘોડાગાડીઓ હતીઓ.) 116. अष्टौ दिनानि श्रीतीर्थनाथम्बिबार्चनं मुदा। सशृङ्गारं विशेषेणाभूत्तथाष्टाहिकोत्सवः // 117 // આઠ દિવસ સુધી હર્ષથી શ્રી પ્રતિમાજીનું પૂજન તથા આંગી સારી રીતે કરવામાં આવી તથા અડાઇનો મહત્સવ થશે. 117. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust