________________ કારિતમ્.] મહિનચરિત્ર સર્ગ પંદરમે. ( રૂ૭૬ ) श्रुत्वेति श्रावकाः सर्वे छिन्नमूलद्रुमा इव / शुष्काङ्गपल्लवा जाता भक्तिरेषामहो नवा // 47 // તે વાત સાંભળીને સર્વ શ્રાવકનાં અંગરૂપી પલ્લો કપાઈ ગયેલા મૂળવાળા વૃક્ષનાં પલ્લવની પેઠે સુકાઈ ગયાં. અર્થત એ વાત સાંભળીને બધા ઉદાસ થઈ ગયા. (કવિ કહે છે કે, આ પ્રમાણે ફકત મહારાજના વિહારની વાતજ સાંભળી છે, હજુ મહારાજે વિહાર કર્યો પણ નથી, તેટલામાં મહારાજના વિયોગથી આટલા ઉદાસ થઈ ગયા માટે) એમની આટલી બધી અદ્ભુત ભકિત છે, એ કેટલી બધી આશ્ચર્યની વાત કહેવાય. 47. प्रोचुश्चैकमुखाः सन्तो भगवन्भक्तवत्सल / अस्मिन्गरिष्ठे वयसि भवतेदं किमुच्यते // 48 // સર્વે એક અવાજે કહેવા લાગ્યા કે, “હે ભગવન્! હે ભકતવત્સલ ! આપ આવી વૃદ્ધ અવસ્થામાં એ શું કહો છો ? 48. मुनीनामेष आचारो यद्यप्यस्ति महामुने / भवादृशानां ज्येष्ठानां नो तथापि मुनीश्वर // 49 // ... હે મહામુનિ! જો કે મુનિને એવો આચાર (રીવાજ) છે તો પણ હે મુનીશ્વર! તે આપના સરખા વૃદ્ધને માટે નથી. 49. भवादृशं वयं साधो धर्मज्ञं धर्मतत्परम् / धर्माचार्य व लप्स्यामश्चन्दनं न वने वने // 50 // હે મુનિજી ! આપના સરખા ધર્મને જાણનાર, ધર્મમાં તત્પર, ધમાચાર્ય | અમને ક્યાં મળશે? કારણ કે, દરેક વનમાં કંઈ ચંદનનાં ઝાડ હોતાં નથી. 50. प्रसीद भगवन्सर्वसत्त्वरक्षाधृतव्रत / स्वभक्तान्बोधविकलान् रक्ष रक्ष महाव्रत // 51 // સર્વ પ્રાણીઓનું રક્ષણ કરવાને માટે ધારણ કરેલા વ્રતવાળા હે ભગવન! અમારા ઉપર પ્રસન્ન થાઓ. અને હે મહાવ્રત! (હે પંચમહાવ્રત ધારણ કરનાર !) બોધ વગરના (અમારા જેવા) ભકતાનું રક્ષણ કરે.” 51. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust