________________ ( ર૭૦ ) मोहनचरिते एकादशः सर्गः। [ઉત્તરअस्तु वा क्षणिकोऽप्येष तत्समक्षं तृणायते / तुच्छत्वात्क्षणिकत्वादा पदार्थान्तरयोगजात् // 159 / / આત્માથી ભિન્ન સૂફ, ચંદન, વનિતા, વિગેરેથી (એટલે પુષ્પના હાર, ચંદ નનો લેપ અને સ્ત્રી વિગેરેથી) ઉત્પન્ન થનાર ક્ષણીક (થોડો વખત ટકનાર) આનંદ ભલે હોય, પરંતુ આત્માના આનંદની પાસે, તે ક્ષણિક હોવાથી, તુચ્છ હોવાથી અને અન્ય (અફ, ચન્દન, વનિતા વિગેરે) પદાર્થોના સંગ થી બનેલ હેવાને લીધે તૃણની માફક તુચ્છ ભાસે છે.” 159. इत्याद्यनेकधा तत्र निर्ममे निर्ममो मुनिः। देशनां मोहनो यद्वा वक्तृणां प्रथमो न किम् // 160 // વિગેરે વિગેરે અનેક પ્રકારની દેશનાઓ મમતાથી રહિત મોહનલાલજી મહારાજ કરવા લાગ્યા. કારણ કે, પોતે વક્તાઓમાં શ્રેષ્ઠ નથી કે શું ? અર્થાત્ પિતે ઉત્તમ વક્તા છે, માટે એવી દેશનાઓ કરવા લાગ્યા. 160. इत्युक्तिं मुनिराजस्य श्रुत्वा श्रेष्ठिजनाः खलु। लालो मनःसुखाद्याश्च मोदमापुरलौकिकम् // 161 // એ પ્રમાણે મેહનલાલજી મહારાજનું કહેવું સાંભળીને લાલભાઈ તથા મનસુખભાઈ વિગેરે શેઠિયાઓ અપૂર્વ આનંદ પામ્યા. 161. आयाताथं चतुर्मासी जनानन्दप्रदायिनी / गच्छन्तं मुनिराजं सा तत्र स्थापयितुं किमु // 162 // એટલામાં લોકોને આનંદ આપનાર ચોમાસું, જતા મુનિમહારાજ શ્રીમેહનલાલજીને રોકવાને માટેજ આવ્યું હોય તેમ આવ્યું. 162. __ प्रतापामरयोस्तत्र योगोदाहनपूर्वकम् / - यशोमुनिर्यथानायं छेदोपस्थापनं व्यधात् // 163 // ત્યાં શ્રી પ્રતાપમુનિજી તથા શ્રીઅમરમુનિજીને જોગ ઉદ્વાહન કરી શ્રી જશમુનીજીએ શાસ્ત્ર પ્રમાણે વડી દીક્ષા આપી. 163. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust