________________ ( 6 ) માનવરિતે પ્રથમ સત્ર | गर्भस्थस्य मुनेः सेवां कर्तुं गङ्गागमत्किल / सा प्रसेकमिषान्मन्ये सुन्दरीमुखतोऽवहत् // 70 // આઠમું લક્ષણ, સુંદરીના મુખમાંથી લાળ ગળવા માંડી. તે ઉપરથી એમ જણાય છે કે, ગર્ભમાં રહેલા મેહનજીની સેવા કરવા વાસ્તે ગંગાજ આવી કે શું ? તે લાળનું બહાનું કરીને સુંદરીના મેહડામાંથી બહાર પડવા માંડી. 70. चतुर्विधस्य संघस्य रक्षामेष विधास्यति / इतीव सुन्दरी रक्षा-स्वादने दोहदं दधौ // 71 // . નવમું લક્ષણ, તેને ચુલામાંની રક્ષા (રાખ) ખાવા ઉપર પ્રીતિ થઈ. મારી સમજમાં એમ આવે છે કે, એ ગર્ભમાં રહેલા મોહનજી કાલાન્તરે ચતુર્વિધ સંઘની રક્ષા (રક્ષણ) કરશે, એ વાત લેકેને જણાવવા વાસ્તેજ જાણે સુંદરીએ રક્ષા ( રાખ) ખાવાઉપર મન ચલાવ્યું. 71. धर्मोपदेशं विमलं भविभ्योऽयं प्रदास्यति / अतोऽनुकम्पादिदाने सुन्दरी सस्पृहाभवत् // 72 // દશમું લક્ષણ, તેને અનુકંપાદિ દાન આપવાની ઈચ્છા થઈ. તે ઉપરથી એમ ભાસે છે કે, ગર્ભમાં રહેલા મેહનજી કાલાંતરે ભવ્યલકાને શુદ્ધ ધર્મોપદેશનું દાન કરશે, એ વાત પ્રગટ કરવાને વાસ્તેજ જાણે સુંદરીને અનુકંપાદિ દાન દેવાની ઈચ્છા થઈ. 72. गर्भस्थेनैव मुनिना प्रेरिता खलु सुन्दरी / चतुर्थाद्येकभुक्तादि तपस्तप्तुमियेष च // 73 // અગિઆરમું લક્ષણ, તેને ઉપવાસાદિ તપસ્યા કરવાની ઈચ્છા થઈ. તે ઉપરથી મને એમ લાગે છે કે, ગર્ભમાં રહેલા મેહનજીએ સુંદરીને તપસ્યા કરવા માટે પ્રેરણા કરી તેથી જ જાણે તેને ઉપવાસ, એકાશન ઇત્યાદિ તપસ્યા કરવાની ઈચ્છા થઈ. 73. ऐच्छत्सा देशनां दातु-मियेष व्रतपञ्चकम् / चकमे विविधां तीर्थ-यात्रां संघेन संयुता॥ 74 // ....., P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust"