________________ मोहनचरिते अष्टमः सर्गः। તે વખતે મકસુદાબાદના રહીશ બાબૂસાહેબ બુદ્ધિસિંઘજીએ મેહનમુનિજીના ઉપદેશથી મોટા લાલબાગની ધર્મશાળા સુધરાવી તૈયાર કરાવવાવારતે શોળહજાર રૂપિયા આપ્યા. 76. एवं धर्मोन्नतिकरी चतुर्मासी महर्षयः / ऊषुः सप्तदशी मुम्बा-पुयाँ छात्रसमन्विताः // 77 // ઉપર કહ્યા પ્રમાણે ધર્મની ઉન્નતિ કરનારું સત્તરમું ચોમાસું પરિવાર સહિત મેહનમુનિજીએ મુંબઈમાં કર્યું. 77. अथैको राजनगर-वासी सकलनामकः / तथानन्दपुरावासो हरिगोविन्दनामभाक् // 78 // . द्वावेतौ मोहनमुनि-मुखादाकर्ण्य देशनाम् / संसारानित्यतां ज्ञात्वा प्रव्रज्यां लातुमैच्छताम् // 79 // ' પછી અમદાવાદને રહીશ “સાંકળચંદ” નામે તથા વડનગરને રહીશ હરગોવન” નામે એ બે શ્રાવકને મેહનમુનિજીના મુખથી ધર્મદેશના સાંભ ળીને સંસારમાં દેખાતી બધી વસ્તુ ક્ષણભંગુર છે,” એવો બોધ થવાથી તેઓને ચારિત્ર લેવાની ઇંચ્છા થઈ. 78-79. चतुर्मासीमुपासातां मोहनांघ्रिसरोरुहम् / तदा प्रसादं लेभाते सेवया हि स लभ्यते // 80 // તે બે જણાઓએ આખું ચોમાસું મોહનમુનિજીની સેવા કરી, તેથી તેમના ઉપર મેહનમુનિજીની પ્રસન્નતા થઈ. ઠીક જ છે, સગુને પ્રસાદ સેવા કરવાથીજ મળે છે. 80. सिते मार्गस्य पञ्चम्यां चारित्रं ललतुश्च तौ। . . अभूदभूतपूर्वश्च तदा निष्कामणोत्सवः // 81 // માગશર સુદ પાંચમને દિવસે ઉપર કહેલા શ્રાવકોએ મહામુનિજી પાસેથી ચારિત્ર લીધું. તે વખતે વરઘડા વિગેરેનો જે અપૂર્વ ઉત્સવ થયો, તે જો ઈને ઘરડા લોકો પણ કહેવા લાગ્યા, “આવો ઠાઠ અમે આજસુધી કદી જોયા નથી, " 81, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust