________________ ( 6 ) શૌના સમય સf I કે જે મારી પહેલાં કરેલી પૂજાને કાઢી નાંખી મહાદેવના માથા ઉપર આ જંગલી પૂલ ચઢાવે છે. 96. इति संचिन्त्य कोपात्स तस्थौ तं प्रतिपालयन् / शबरोऽपि यथापूर्व-मागत्यापूजयच्छिवम् // 97 // એમ વિચારીને ઘણો રેષ આવ્યાથી તે બ્રાહ્મણ પૂજા કાઢી નાંખનારની ત્યાં વાટ જોતો રહ્યો. એટલામાં ભિલ્લે પણ રોજની પેઠે આવીને શિવજીની પૂજા કરી. 97., निर्याते शबरे विप्रो रोषारुणितलोचनः / शिवं निर्भर्त्सयामास वचोभिर्निष्ठुरै शम् // 98 // ભિલ પાછો ગમે ત્યારે તે બ્રાહ્મણે રાષથી આંખો લાલચોળ કરીને નિgરવચનથી શિવજીની ઘણી નિર્ભર્સના કરી. 98. ततः शिवोऽवददिप्र-मविनीतोऽप्यसौ दिज / .. श्रद्धालुभक्तिमांश्चेति तुष्याम्यस्यार्चया भृशम् // 99 // પછી મહાદેવે બ્રાહ્મણને કહ્યું કે, હે બ્રાહ્મણ ! એ ભિલ્લ વિનયરહિત છે, તે પણ મારા ઉપર શ્રદ્ધા અને રાગ ઘણો રાખે છે; માટે એની પૂજાથી હું ઘણે રાજી થાઉં છું. 99.. प्रातः श्रद्धास्य द्रष्टव्ये-त्येवं श्रुत्वा शिवोदितम् / विप्रोज्गादुर्मनाः प्रातः पुनरागादिदृक्षया / / 100 // એની શ્રદ્ધા કેટલી છે, તે તારે જોવી હોય તો કાલે સવારે જેજે. એવું શિવજીનું વચન સાંભળીને બ્રાહ્મણ મનમાં વિલખ થઈને ઘેર ગયે, અને સવારમાં ચમત્કાર જોવાની ઈચ્છાએ પાછો ત્યાં આવ્યું. 100. द्वारमुद्घाट्य नत्वा च शिवमूर्तिमवेक्षते / दक्षिणं नयनं ताव-दस्या उत्कृत्तमैक्षत // 101 // મંદિરનાં બારણું ઉધાડી નમસ્કાર કરીને શિવજીની મૂર્તિ તરફ જુવે છે, એટલામાં તેની જમણી આંખ ઉખેડી નાખેલી બ્રાહ્મણની નજરે પડી. 101. ' સાલા1૦૦, P.P.A. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust