________________ મહિનચરિત્ર સગે સાતમ. ( 20 ) अनित्यभावनामेवं भावयन्स नराधिपः / विधायावहितो धर्म प्रान्ते स्वर्गतिमासदत् // 56 // એવીરીતે તે ભેજરાજા અનિત્યભાવના કરી પ્રમાદ મૂકીને ધર્મકરણીમાં તત્પર થયે, અને અંતે સ્વર્ગે ગયે. 56." सत्वरं बदरैवं त्वं जिनोक्तं धर्ममाश्रय / देशसर्वविरत्याख्यः स धर्मो दिविधः श्रुतः॥ 57 // હે બાદરમલ્લ! તું પણ જીનભાષિત ધર્મને આશ્રય કર. તે ધર્મ બે પ્રકારને આગમમાં સાંભળ્યો છે. એકનું નામ દેશવિરતિ અને બીજાનું સર્વવિરતિ. પ૭. शक्तिश्च परिणामश्च यदि स्यात्पूर्वपुण्यतः। तत्सर्वविरतिं मुक्ति-रमणीदूतिकां श्रयेत् // 58 // પૂર્વભવમાં ઉપાર્જેલા સુકૃતથી જે પાળવાની શક્તિ અને આદરવાનાં દૃઢ પરિણામ હોય તે મુક્તિરૂપ સ્ત્રીને વશ કરનારી જાણે દૂતી જ હેયની શું? એવી જે સર્વવિરતિ ( ચારિત્ર) તેને અંગીકાર કરવો. પ૮. विना यत्सर्वविरतिं मुक्तिद्वारमपावृतम् / कर्तुं न कोऽपि प्रभवे-त्तस्मादेषा प्रशस्यते // 59 // સર્વવિરતિ વગર બીજું કંઈ પણ મુક્તિનું દ્વાર ઉઘાડવાને સમર્થ નથી. વાસ્ત એ ઘણું વખણાય છે. 59. यदि निर्वहणे शक्तिः परिणामोऽपि सुस्थिरः। તમાં સર્વવિરતિ–પુરી મદ્રવ || - અરે ભદ્રિક ! જે તે સર્વવિરતિ પાળવાની તારામાં શક્તિ હોય, અને તે લેવાનાં પરિણામ પણ દૃઢ હોય તો તેને અંગીકાર કર.” 60. निशम्यैतत्सद्गुरूणां वचो निर्वेदगर्भितम् / चारित्रग्रहणे गाढ-निश्चयोऽसौ तदाभवत् // 61 // જેની અંદર ભરપૂર વૈરાગ્ય રહેલું છે, એવું સદ્દગુરુનું વચન સાંભળીને બાદમલને ચારિત્ર લેવાનો દઢ નિશ્ચય થઈ ગયે. 61. 20 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust