________________ પ્રકાશકનો ગુલા, , આ પ્રન્થની રસિકતા, બોધકતા, સરળતા, આદિ વિષે વિવેચન કરી વાચકોને રસ લુંટી લેવા, તેમજ તે માટે વખત લેવા જરૂર ન ધારતાં વિવેચનકારની પ્રસ્તાવના તરફ અને પુસ્તકમાં રહેલ બીનાતરફ લક્ષ ખેંચી, આ ગ્રંથ વાંચી, વિચારી, શુભવિચારોને ગ્રહણ કરવા ભલામણ કરી ગ્રન્થ વિષે વધુ વિવેચન કરવાથી વી૨મીએ છીએ. પૂર્વાચાર્યોએ પિતાની અગાધશકિતનો–તે સમયની પરિચિત ભાષામાં ગ્રન્થ રચના કરીને ઉપગાર કીધે છે, તે લક્ષમાં લેતાં તેઓના પગલે સ્વશકિત ફેરવી હાલ વિદ્યમાન મુનિવર્યો પૈકી જેઓ પોતાના કીમતિ સમયને આ રીતે સદુપયોગ કરે છે, તેઓ કંઈ જેવા તેવા ઉપગારી નથી. ચરિત્ર જે કંઈ અસર કરી શકે છે, તે અપૂર્વ છે. અમારે તે માનવું છે કે તાવમાગમાં રસીક થવામાં સત્સંગરૂપી ખરી ચાવી જે કઈ હોય તે સચરિત્રોજ છે અને તેને લઈ હરેક ગ્રન્થમાં ચરિત્ર મુકાયેલા છે અને તે કૃત્રિમ નહિ પણ સત્ય બનેલાંજ લખાયાં છે, અને તે જનાચાર્યોના અગાધ જ્ઞાનને પુશ છે. જૈન રાસાઓ ઉપરથી રચાયેલાં શ્રીપાળ, પ્રદ્યુમ્ન, હરિબળમચ્છી, માનતુંગ માનવતી વગેરે નેવેલે મારા સ્વર્ગવાસી પીતાજીએ બહાર પાડેલાં તેજ પ્રમાણે આ સુબોધક નેવેલ જૈન પ્રજા સમક્ષ બહાર પાડતાં મને આનંદ થાય છે. જ્ઞાનપંચમી વિર સંવત 2438 ઈ પ્રકાશક “કેશવ, >> P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust