________________ સંવત. 1966 નું આ ચતુર્માસ ગુજરાત–પેથાપુરમાં રહી પુર્વ લખેલ લેખ ઉપરથી અક્ષરાર્થને નહિં વળગી રહેતાં જ્યાં એગ્ય સુધારે વધારે કર મને ઠીક લાગે ત્યાં તેવી રીતે તદન છુટ લઈને આ ચરિત્ર ફરીથી લખવામાં આવ્યું છે, તેને લઈને મારે આ ઠેકાણે સ્પષ્ટ કહેવું જોઈએ કે આ ચરિત્ર મૂળ સંસ્કૃત ચરિત્રને આધારે લખવામાં આવ્યું છે, તથાપિ તે ચરિ-ત્રમાં છે તેટલું જ અને અક્ષરે અક્ષર લખવામાં નથી આવ્યું, તેમ કર્તાના મૂળ આશયથી હું બીલકુલ મળે પણ ગળે નથી. આમ કર્તાના આશયને વળગીને છુટથી સુધારે વધારે કરવાને મુળ આશય ચાલતા જમાનાના મનુને તે વાંચવામાં વિશેષ પ્રીતિ થવા સાથે જૈન દર્શન સંબંધી જ્ઞાન પ્રાપ્ત થાય અને સહેલાઈથી ગ્રહણ કરવાનું બની શકે તેજ છે. ગુણગ્રાહી મારા માનવબંધુઓને આ પુસ્તક હું સમર્પણ કરું છું. તેઓ આ ચરિત્રમાંથી યથાયોગ્ય ગ્રહણ કરી લેખક અને પિતાના આત્માને સંતોષ આપશે, એ લેખકની પરમ ઈચ્છા છે. સુનિ કેશવિજય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust