________________ વર્ધમાન દેશના ભાષાંતર કથાઓ સહીત 2-0-0 ( ર ) જોતાંજ તત્કાળ મલયાસુંદરી ઉભી થઈ, લજજાથી નમ્ર મુખ કરી સંમુખ ઉભી રહી. ' રાજકુમારે જણાવ્યું. " રાજકુમારી 1 તારા પ્રશ્નને ઉતર આપવા માટે જ હું અત્યારે આવા વિષમસ્થાનમાં આવી ઉભો છું પૃથ્વીસ્થાનપુરના મહારાજા, સુરપાળ અને મહારાણી પદમાવતી તે મારા પિતાશ્રી અને માતુશ્રી છે. મારું નામ મહાબળ કુમાર છે. દેશ જેવા નિમિત્તે ગુસપણે હું મારા પરિવારની સાથે આ છું. આ દેશમાં મારૂ ગમન ગુપ્તજ છે. મારા પિતાશ્રીની આજ્ઞાથી મારા પ્રધાન સાથે હું આવ્યો છું, તથાપિ અહીંના લોકોને અને વિશેષ પ્રકારે તમારા પિતાશ્રી વીરધવળને કોઈ પણ રીતે મારે આવવું જાહેર થયું નથી. - આ આશ્ચર્યથી ભરપુર નગરીને જોતાં, ફરતાં ફરતાં તમારા પ્રાસાદ ( મેહેલ ) નીચે આવે, તેવામાં જન્માંતરના સ્નેહને " પ્રગટ કરનાર અરસપરસ આપણે દુષિમેળાપ થયો. ત્યાર પછી જે થયું તે આપણ બન્ને પ્રકજ છે. મહાન સંકટમાં પ્રવેશ કરીને પણ અત્યારે હું તમને મળવા આવ્યો છું. . હવે હું જાઉં છું. મારાં માણસોને તૈયારી કરતાં જ મૂકીને હું આવ્યું છે. અમારે પ્રયાણ હમણાં જ મારા શહેર તરફ થશે.” કુમાર હમણાં જ મારી પાસેથી જવા માગે છે એમ થારી, લજજા અને માનપણું મૂકી, મલયાસુંદરીએ નમ્રતાથી બોલવું શરૂ કર્યું. : - " રાજકુમાર ! તમારે અહીંથી બીલકુલ જવું નહિ. હું તમને અહીંથી જવા નહિ દઉં. તમારા દર્શનવિના હું પ્રાણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust