________________ (14) અંજના સતીને રસ 7-1-0 એ અવસરે ભયથી મારું શરીર કંપવા લાગ્યું, આહાડને પ્રદેશ ઘણો રમણીય જણાતે હતો. તથાપિ મને તો એ અવસર ખાવા ધાતે હેય તેમ જણાતું હતું. બાવના ચંદનને સુગંધી પરિમળ જેથી મારા શરીર સાથે અફળાતું હતું, તથાપિ - ને તે દુઃખરૂપ જ લાગતો હતે. વૃક્ષની ઘાડી ઘટાઓ ચારેબાજુ આવી રહી હતી, તથાપિ નિર્જન પ્રદેશ ભયંકર લાગતો હતો. ચારે દિશાઓમાં દષ્ટિ ફેંકતી હું શિલાતળ પરથી બેઠી થઈ. આગળ પાછળ નજર કરું પણ ત્યાં કઈ મનુષ્ય જણાતું નહોતું કેવળ સિંહ, વ્યાધ્ર, રીંછ, અને તેવાંજ વિકરાળ પ્રાણિઓનાં શબ્દો સંભળાતા હતા. આવી દુઃખદ સ્થિતિમાં સાહસ અવલંબી એક દિશા તરફ મેં ચાલવા માંડયું. ચાલતાં ચાલતા વિચાર કરતી હતી કે, તે મારી રમણીય નગરી કયાં અને આ નિર્જનપ્રદેશ ક્યાં. મારે પ્રાણવઠ્ઠભ કયા રહ્યા અને તેને મેળાપ મને કેવી રીતે થશે ? નિષ્કારણ વૈરીએ મારૂં અપહરણ શા માટે કર્યું હશે ? આ આપત્તિને નિસ્તાર માટે કેવી રીતે પામ? આ જંગલમાં હું એકલી શું કરીશ? મારા પ્રાણવલભનું શું થશે ? વગેરે વિચાર કરતી, અને પગલે પગલે અલના પામતી હું કેટલીક ભૂમિ પહાડ ઊયરજ ચાલી ગઈ, તેવામાં એક વિશાળ, ભવ્ય મંદિર મારી નજરે પડયું. તે મંદિરનાં દ્વાર ખુલ્લાં હતાં. હિમ્મતથી મેં તેમાં પ્રવેશ કર્યો, તે તે મંદિરમાં કષભદેવ પ્રભુની સુંદર, અને શાંત મૂર્તિ મારા લેવામાં આવી. તે પ્રભુનાં દર્શન થતાંજ, અને મારા દુઃખમાંથી કાંઈક વિશ્રાંતિ મળી. મારી અનેક આશાઓ સજીવન ઈ. સર્વ દુઃખને ભૂલી ગઈ હોઉં તેમ મારા મનમાં શાંતિ અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust