________________ ( પર) જૈન લગ્નવિધિ ગીત સાથે 0-2-0 ~ ~~ ત વાણીએ, અને ઉસુકચિત્ત રાજાને તેઓએ આ બનાવ નિવેદિત કર્યો. - વિસ્મય અને આનંદથી પૂર્ણ હદયવાળે રાજા લેકને કહેવા લાગ્યું. આ વ્રત્તાંતનાં ખરા પરમાર્થને આપણામાંથી કઈ જાણતું નથી પણ કાણમાં રહેલી રાણી આપણને ખરી હકીકતથી માહીતગાર કરશે. આમ નિશ્ચય કરી રાજા, રાણીને કહેવા લાગે. " પ્રિયા " ખરી હકીકત શુ બની છે તે અમને જણાવી અમારા સર્વનો સંશય દૂર કર. રાજાનાં આ વાકયો, કાને આવતાંજ રાણી નિદ્રામાંથી જાગૃત થઈ અને સન્મુખ ઉભેલા રાજાના મુખ ઉપર એકી નજરે જોઈ રહી. દષ્ટિસાથે દષ્ટ મળતાં નેત્રમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. એ અવસરે બને દપંતીને જે આનંદ, સુખ, કે હર્ષ થર્યો હતો તે કહેવાને કવિ અસમર્થ છે. દેવ, દેવીની માફક નિમેષેત્મિષ રહીત કેટલેક વખત રહી, હર્ષાશ્રુથી વિરહાનળ ગાતાંજ, રાણી રાજાને પૂછવા લાગી. " " સ્વામિનાથ ! આ નદીના કિનારા ઉપર આપ કયાંથી? પાણીથી ઝરતાં ભિનાં વસ્ત્રો આપે શા માટે પહેર્યા છે. ? આ સર્વ લેકે આંહી શા કારણથી એકઠાં મળ્યાં છે. ? આ નજીક ચિતા કેને માટે રચી છે. ? આ મૃતક વહન કરવાની શિબિકા દેખાય છે તે શું કોઈ મરણું પામ્યું છે ? આ પ્રશ્નના ઉત્તર : મને આપ. . . . . . . . રાજા અધીરો થઈ બોલવા લાગ્યા. " દેવી આ સર્વ વાત હું પછી જણાવીશ. પણ પ્રથમ તમે તમારું સર્વ વૃત્તાંત અમને જણાવો. . . દેવી ! તું કયાં ગઈ હતી ? કયાં રહી હતી ? ધુણની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust