________________ ( 388) જેન સઝાય માલા ભાગ ક. 14-0 ગયા. હા ! હા ! પૂજ્ય પિતા, મારા રાજ્યમાંજ અને મારી હૈયાતીમાંજ, નજરે પણ ન જોઈ શકાય તેવી આપની અવસ્થા થઈ. ખરેખર હું નીર્ભાગ્યેજ કે, આપને સમાગમ બીલકુલ ન થયે. ધિક્કાર થાઓ, મારા જેવા પ્રમાદીઓને કે, તત્કાળ કરવા લાયક કાર્યો આગામી કાળઉપર મુલ્લવી રાખે છે. જે હું કાલે સંધ્યા સમયે જ આંહી આવ્યું હતું તે, પૂજ્યપિતાશ્રીને મેળાપ, તેમનાં દર્શન, અને ઉપદેશ શ્રવણ આદી સર્વ લાભની પ્રાપ્તિ થાત. - આ પ્રમાણે વિલાપ કરતા રાજાએ કુટીના વિક્ષેપથી રુ. ભોને જણાવ્યું કે, અરે, મારા સુરવીર સુભટો ! તમે તે પાપી ના પગલે પગલે જાઓ અને આ અનર્થ કરનારને અહી જી વતે પકડી લાવે. રાજાને હુકમ થતાં જ સંખ્યાબંધ સુભટો ચારે બાજુ નીકળી પડયા. પગલાના જાણકાર સુભટો પગલે પગલે આગળ વધ્યા. અને અનુક્રમે તે પગલું એક ખીણના ભાગમાં જઈ અને ટકયું. સુભટે તે ખીણમાં ઉતરી પડયા. ત્યાં તપાસ કરતાં એક ભાગમાં છુપાઈ રહેલી કનકતી તેમને દેખવામાં આવી. તેને પકડીને સુભટો રાજા પાસે લઈ આવ્યા. રાજાએ તાડના કરી તે સ્ત્રીને પૂછયું કે, તે આ મુનીને શા કારણથી જીવતાં બાળી દીધા? ઘણો માર પડવા પછી તેણે પોતાનું કરેલ સર્વ અકાર્ય સત્ય જણાવી આપ્યું. શતબળ રાજાએ નાના પ્રકારના મારથી તે કનકવતીને મારી નખાવી. તેણીએ પણ પોતાના દુષ્ટ કર્મનું ફળ કર્માનુસાર મેળવ્યું. મરણ પામીને છઠ્ઠી નકે નારકપણે તે, ઉત્પન્ન થઈ, અને ત્યાં નાના પ્રકારના દુઃખના ભાજન : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust