________________ વિવેક વિલાસ 0-12-0 (361) થવા સમ્યફવપુર્વક, ગૃહસ્થધર્મ રૂપ દ્વાદશત્રત તે મુનિ પાસે અંગીકાર કર્યો. જૈનધર્મ સ્વીકારી, વૈરાગ્ય રંગથી રંગત થયેલાં દંપતી, આહારાદી નિમિત્તે મુનીને પ્રાર્થના કરી પિતાને ઘેર આવ્યાં. મુનીપણ કેટલાક વખત પછી ભિક્ષાથે તે નગરીમાં ગયા. અને ફરતાં ફરતાં તે પ્રિય મિત્રનેજ ઘેર અકસ્માત્ જઈ ચડયા. પિતાના જન્મ તથા વીત્તને (ધનને) કૃતાર્થ માનતાં તે દંપતીએ, ઘણા હર્ષપૂર્વક વિશુદ્ધ ( નીર્દોષ ) આહારપાણી તે મુનીને આપે, તે લઈ મુની અન્ય સ્થળે ચાલ્યા ગયા. . - પરસ્પર પ્રીતી ધારણકરતાં આ દંપતી, મનુષ્યજન્મના સારભૂત સમ્યક શ્રદ્ધાનપૂર્વક શ્રાવકધર્મ પાળવા લાગ્યા.' આપસમાં સ્નેહ રાખતી રૂદ્રા અને ભદ્રા પણ, કેઈ જુદા ઘરમાં રહી યથાશકિત પુણ્ય, દાન કરવા લાગી. તે બનેને પરસ્પર પ્રેમ હતું, છતાં કોઈ કારણસર તેઓને એક દીવસ આપસમાં મહાન કલેશ થયા. ધવારે શાંત થયા પછી, બને ને પશ્ચાતાપ થયે. તે પાછી એકઠી મળી વિચાર કરવા લાગી કે, ધિક્કાર થાઓ આપણને !. આપણે જન્મ અને જીવિતવ્ય નીરર્થક ગયું. આપણા ઘરમાં કલેશ શાંત થતા જ નથી. પતિ તરફની તે બીલકુલ શાંતિ નથી, કેમકે તેને તે સુંદરીએ સ્વાધિન કરી લીધો છે. તે અને તે આપણા સામું પણ જોતાં નથી. આપસમાં આપણને નેહ હતા તેમાં પણ આમ કલેશ થઈ આવે છે. આમ કલેશીતજીવન ગુજારવું તેના કરતાં આપણને મરવું શ્રેષ્ઠ છે. આપણે યથાશકિત દાન, પુણ્ય કરી લીધું છે. તે હવે આ દેહ ત્યાગ કરે તે શ્રેષ્ઠ છે. એમ વિચાર કરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust