________________ સમાયકસુત્ર અને સાથે 0-1-0 ( 353 ) કેઈ તેવા મહાત્માના શરીરને ઉપકાર થાય છે, મારી દુઃખદ જીદગીમાં આટલું સુકૃત સુખરૂપ થાય. આ પ્રમાણે મનોરથ કરતા, મદને સદ્ભાગ્યથી માપવાસી એક તપસ્વી દીઠા. આ તપવી માસોપવાસને પારણે પારણાથે નજીકના ગામડા તરફ જતા હતા. તેને દેખી તેના શુભ પરિણામમાં વધારો થયો. તે વિચારવા લાગ્યો. અહે ! મારે ભાગ્યોદય ! મનોરથની સાથે જ આ તપસ્વીનાં દર્શન થયાં. આ દુધમાંથી હું તેને આપું. એમ નિશ્ચય કરી, તે મુનિના રસ્તા તરફ જઈ, ભક્તિપૂર્વક તેણે જણાવ્યું, હે અનાથબધો ! કૃપાળુમુનિ ! આ પથ ગ્રહણ કરી, મારો નિસ્તાર કરે. અનેક દુષ્કએમાં જીવન ગાળનારા, મારા જેવા પાપી જીવને, આટલું પણ અન્ય જન્મમાં પાથેય ( ભાતા ) તુલ્ય થાઓ. મદનનાં આવાં શુભ પરિણામ દેખી, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી તે દ્રવ્ય, વિશુદ્ધ જાણી, ઈછાનુસાર તેમાંથી તે તપસ્વીએ કેટલુંક ગ્રહણ કર્યું. મદને પણ આ શુભ પરિણામથી વિશેષ પુણ્ય ઉપાર્જન કર્યું. ખરેખર આવી ગરીબ સ્થીતિમાં અને બે દિવસની ભુખમાં પણ દાન આપવાના પરિણામ થવા, એજ શુભદિવસની શરૂઆત છે. અને વિશેષ ફળ આપનાર પણ તેજ છે. ભર્યામાં કેણ ભરતું નથી? સુખીયા અને ધનાઢય ને કેણ જમાડતું નથી? પણ આવા જરૂરીયાતવાળા અર્થીઓને આપવામાં વિશેષ ફાયદો છે. મુનિરાજ અન્ય સ્થળે ચાલ્યા ગયા. મદન પણ મુનિને નમસ્કાર કરી પાછે તે તળાવની પાળ પર આવ્યું અને પિતાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust