________________ ( ૩પર) સીધાળજીના સ્તરને ૦-ર-૦ અમારી સ્મૃતિમાં છે. ખરેખર જ્ઞાનને વિષયમાં કાંઈ પણ ન હાય તેમ નથી. અર્થાત્ જ્ઞાનીઓ, જ્ઞાનબળથી પૂર્વે બનેલી સર્વ હકીકત જાણી શકે છે. પ્રિયમિત્રનું ઘર હજી પણ ત્યાં તેના નામથી જ ઓળખાય છે. અને હમણું તે બીજા મનુષ્યના કબજામાં છે. * * - સુરપાળ-શેહેર છોડી ગયા પછી,મદનપ્રિયની શું સ્થીતિ થઈ ? રદયશા–મદનપ્રીય, એક દીશાને ઉદ્દેશીને આગળ ચાલવા લાશે. આગળ ચાલતાં નિરાહારપણે તેને બે દીવસ થઈ ગયા, ત્રીજે દીવસે આગળ ચાલતાં અટવીમાં એક ગોકુળ ( ગાયનું ટાળું ] તેના જેવામાં આવ્યું. ક્ષુધાતુર મદને એક ગોવાળીયા પાસે દૂધની પ્રાર્થના કરી. તે દયાળુ ગોવાળીયાએ તેના સમુદાયમાં એક મહીષી ( ભેંસ ) દયાનાની હતી, તે એક ઘડામાં દેહી આપી. અને તે દુધને ભરેલે ઘડે તેને પીવા માટે આ છે. આ નજીકમાં તળાવ જણાય છે. તેના કિનારા પર જઈ, ત્યાં બેસી હું આ દુધનો ઘડે પીઈશ. માટે આ ઘડે હું ત્યાં લઈ જાઉં ? ગવાળીઆએ તેમ કરવા હા કહી. એટલે તે દુધ ઘડે લઈ તળાવના કિનારા પર આવ્યું, શુભ ભાવથી તે વિચારવા લાગ્યું કે, હું બે દિવસને ભુખ્યો છું, આ અવસરે કોઈ અતિથી, તપસ્વી વિગેરે ઉત્તમ પુ રૂષ મળી આવે છે તેને દુધ આપી, પછી હું પીઉં તે મારો જન્મ સફળ થાય. કારણ કે આ જીદગીમાં એવું કાંઈ પણ સુકૃત મેં કર્યું નથી. મારી આવી દુર્દશા થઈ છે. મારી પાસે ખાવા પીવાનું કાંઈ પણ સાધન નથી, આવી સ્થીતિમાં પણ આ પદ્ધ૧થી, " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust