________________ (338) ચંદરહજાને રાસ ગુજરાતી 0-8-0 પ્રવૃત્તિ પિતાથી થઈ હોય, ત્યાં ત્યાં ગુર્વાદિ સમક્ષ પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થવું. ગુર્નાદિકને વિનય કરે, તેમની વૈયાવચ્ચ કરવી. આત્મજાગૃતિ થાય તેવાં અધ્યાત્મિક પુસ્તકોનું પઠન કરવું, યા તેની જાગૃતિ માટે તે ગ્રંથનું વારંવાર રમરણ કરવું, ધ્યાન ન કરવું, અને મલીત વાસનારૂપ રાગ, દ્વેષનો ત્યાગ કરે. આ અત્યંતર તપ છે. આ તપના બાર ભેદમાં ધ્યાન તપ એ સર્વમાં મુખ્ય છે. ધ્યાનના અનેક પ્રકાર છે. જેવું આલંબન તેવેરૂપે આત્મા પરિણમે છે, માટે પિતાને જેવું થવું હોય તેવા લક્ષબીંદુને સન્મુખ રાખી તેવા થવાને માટે અહોનિશ પ્રયત્ન કરે. પરમશાંતિ પામવી હોય તેઓએ પરમ શાંતિને પામેલા મહાત્માનું જીવનચરિત્ર પિતાના હૃદયપટપર આળેખી, તેની માફક દરેક પ્રસંગમાં વર્તન કરવાનો પ્રયત્ન કરે, તેથી પિતાની માનસીક પ્રબળતાના પ્રમાણમાં તે તદ્રુપ થઈ શકશે. આમ છે, તથાપિ ક્રમસિવાય એક જ કુદકે કઈ શાંતિ સ્થળથાં પ્રવેશ કરી શકાતો નથી. માટે ક્રમની ઘણી જરૂર છે. તે સાથે. તેવા. પવિત્ર આલંબનની પણ જરૂર છે. - પરમશાંતિપદ પામવા માટેનાં અનેક આલંબનો મહાત્મા જ્ઞાની પુરૂષીએ બતાવ્યાં છે તેમાં નવપદ આલંબન મુખ્ય છે. અને તેમાં ક્રમ અને આલંબન સાથેજ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust