________________ (૩રર) જેવીસી વિસી સંગ્રહ રૂ. 1-8-0 કે અશુભ પુદગલેને ગ્રહણ કરે છે. અને પછી તેને કમપણે બાંધે છે. ગોઠવે છે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદની, મહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અને અંતરાય આ આઠ કમપણે તે પુદગલે વહેંચાઈ જાય છે. કર્મો આત્માના સત્તા સામને નાશ નથી કરી શકતાં, પણ તેને દબાવી નાખે છે. પણ તે એટલા બધા જોસથી આ ત્મગુણોને દબાવે છે કે, બીજા અજાણને એમજ ભાન થાય છે, આપણા આત્મામાં કાંઈ ગુણ નથી અથવા તે આત્મગુ ણને નાશ થયો છે. 1. જ્ઞાનાવરણીય કર્મમાં આત્માના વિશુદ્ધ જ્ઞાન ગુણને દબાવવાનું સામર્થ્ય છે. આ કર્મના પ્રબળ ઉદયથી જાણવાનું, પૂર્વાપર વિચાર કરવાનું સત્યાસત્ય નિર્ણય કરવાનું, અને ટૂંકામાં કહીએ તે હસ્તામલકની (હાથમાં રહેલા આમળાંની ) માફક પૂર્ણ સ્વરૂપને (સર્વ વસ્તુને) જાણવાનું સામર્થ્ય દબાઈ જાય છે. આ કર્મ કાંઈ સર્વથા આત્મગુણને દાબી શકતું નથી. જે તેમ બને તે આત્મા જડ સ્વરૂપ યા જડવત્ થઈ જાય પણ જેટલા પ્રમાણમાં તેનું વધતું, ઓછું દબાણ હોય, તેટલા પ્રમાણમાં જ્ઞાનના દબાણ ગુણની વૃદ્ધિ, હાની થાય છે. 2. દર્શનાવરણીય કર્મ, આત્માના દર્શન ગુણને દબાવે છે. આ કર્મના ઉદયથી આંખે આંધળા થવું, કાને બહેરા થવું, નાશીકાથી બીલકુલ ગંધ માલમ ન પડે, જીહાથી સ્વાદ માલમ ન પડે, અને ત્વચાથી ઠંડા, ગરમ વિગેરેને નિર્ણય ન થાય, નિદ્રા આવવી, ઈદ્રિયોની અપેક્ષા સિવાય આત્મવિશુદ્ધિથી થતું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust