________________ ( 320 ). નળ દમયંતી 0-8-0 કાપવી પડે ? નાની નાની ડાળીઓ કાપી નાખો, એટલે આપણને તેમાંથી જાંબુ મળશે. કાંઈ મોટી ડાળના લાકડાઉપર તે જાંબુ નથીને. ફેગટ એવડી મોટી ડાળ શા માટે કાપવી પડે ? ચેાથે પુરૂષ બોલ્યા ભાઈઓ ! તે નાની, નાની ડાળ પણ શા માટે કાપવી પડે ? જ્યાં, જ્યાં, જાંબુ લાગેલાં છે તેવા નાના નાના ગુચ્છાઓ કાપી નાખે, એટલે આપણું કામ સિદ્ધ થશે. પાંચમો પુરૂષ બેઃ તમારા બોલવામાં હજી પણ સુધારો કરવા જેવું છે. નાના, નાના, ગુચ્છાઓ કાપી નાખવા તેમાં પણ કેટલાંએક પાંદડાં અને કાચાં જંબુ નિરર્થક જવાનો સંભવ છે. માટે આપણામાંથી કઇ ઉપર ચઢી જાઓ, અને જ્યાં જ્યાં પાકાં જાંબુ હોય તે વીણી લે એટલે આપણને જંબુ મળશે. અને ઝાડનાં ડાળ, પાંખડાને પણ નુકશાન નહિં પહોંચે. છઠે પુરુષ બેઃ આપણ સર્વને જાપુની જરૂર છે ને? તે આ વૃક્ષ નીચે પાકેલાં જોઈએ તેટલા જંબુ પડયાં છે. જે જંબુને માટે તમે આટલી મેહેનત કરવા ધારો છો તે જંબુ, આપણને અનાયાસે જોઈએ તેવાં અને જોઈએ તેટલાં મળે છે. માટે આ નીચે પડેલાંજ વીણી ખાઓ. આમ એકજ કાર્ય માટે, મનુનાં, તારતમ્યવાળાં વિવિધ વિચારો જોવામાં આવે છે. આ પરિણામ કે, માનસિક વિચાર કિલક, કિલકતર, કિલતમ, અથવા જઘન્ય, મધ્યમ, કે ઉત્કૃષ્ટ, જેટલા માપમાં પ્રબળ કે નિર્બળ હોય, તીવ્ર કે મંદ હોય, તેટલાજ પ્રમાણમાં તીત્ર કે મંદ, કર્મબંધ થાય છે. અને તેને ઉદય આવેલે કર્મવિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust