________________ મદન વિજય 1-0-0 (329) તે તે કમને સ્વભાવ બંધાય છે, અને તેને તે પ્રકારે તે તે કમની સ્થિતિ સ્થાપિત થાય છે. ત્યારપછી જ્યારે જ્યારે તે કર્મ ઉદય આવે છે, ત્યારે ત્યારે તે તે કમ ભેગવવા માટે નાના પ્રકારના આકાર ધારણ કરવા પડે છે. આ આકાર ધારણ કર્યો, કર્મઉદય આવ્યાં, એટલે વિચિત્રતાની શરૂઆત થઈ ચુકી. આથી ફલીતાર્થ એ થયો કે, આ વિચિત્રતાનું મૂળ કારણું ઈંછાનિષ્ટ પદાર્થો પર પરિણામની વિષમતા થવી તે. આ વિષમતા એકજ જાતની અને એકજ સરખી હેતી નથી. એક નાના સરખા કાર્યમાં પણ અનેક જાતના પરિણામની તારતમ્યતાવાળી, વિષમતા જોવામાં આવે છે. જેમકે, એક છ વટેમાર્ગુઓ જંગલ તરફ ચાલ્યા જતા હતા. તે જગલમાં જાંબુનાં વૃક્ષો ઘણાં હતાં. વખત પણ લગભગ જેઠ અશાડ મહીનાનો હતો, તેથી જાંબુના ફળ પાકી ગયાં હતાં કેટલાક વૃક્ષનીચે તો તે ફળોના ઢગલા પડેલા જોવામાં આવતા હતા. તે છએ પુરૂષને જાંબુ ખાવાની ઈચ્છા થઈ. એક પુરૂષ છે કે, આપણી પાસે કુઠાર (કુહાડા) તૈયાર છે. એક જાબુના વૃક્ષને થડમાંથી કાપી નાખીએ, તે નીચું પડયા પછી આપણને ઘણી શાંતિથી જાંબુ ખાવા મળશે. ' બીજા પુરૂષે જણાવ્યું કે, એમ શા માટે કરવું પડે? એક મોટી મજબુત ડાળ કાપી નાખે. તે નીચે પડશે, એટલે આપણે જાંબુ વણ ખાઈશું. ઝાડ કાયમ હશે તે ફરી નવાં જાંબુ પણ આવશે. . . . . . . . ' . . ત્રીજો પુરૂષ બોઃ એવડી મેટી ડાળ પણ શા માટે TITI P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust