________________ '(308 ) સુબોધ માળા 1-0-0 ઘર કે મેહેલ પડી જતાં, કે તે ભાડાનું હોય તે તેની મુદત પુરી થતાં, તેમાં રહેનાર તે ઘર કે મેહેલ ખાલી કરી બીજે રહેવા જાય છે. તેમ આ શરીર પડી જતાં અથવા તેમાં રહેવાની મુદત ( આયુષ્ય) પૂર્ણ થતાં આ દેહમદિરમાં રહેનાર તેને ખાલી કરી અન્ય મંદિરમાં રહેવા જાય છે. એટલે ઘર ખાલી કરનાર જેમ ઘરથી જુદો છે તેમ આ દેહ ખાલી કરનાર દેહી પણ દેહથી જુદો છે. અનાદિ કાળના અભ્યાસથી, દેહમાં આત્મભાવ મનાવે છે કે, દેહ તેજ હું છું. દેહને સુખે સુખી, દુઃખે દુઃખી, રાત્રદિવસ તેની સેવા કરવામાં, અને તેનું રક્ષણ કરવામાં અને તેનું પા લન પાષણ કરવામાં વ્યતીત કરાય છે. આવા પ્રબળ દેહાધ્યાસથી આત્મા દેહસમાન ભાસે છે. પણ ખરું જોતાં તેમ નથી. આત્માનાં લક્ષણો જુદાં છે. આત્મા ચિતન્ય સ્વરૂપ છે, અરૂપી છે, જ્ઞાનમય છે, જ્ઞાતા છે, દ્રષ્ટા છે. ત્યારે આ દશ્ય દેહાદિ જડ સ્વીપ છે, રૂપો છે. અજ્ઞાન સ્વરૂપ છે, દ્રષ્ટાથી દશ્ય છે. જ્ઞાતાથી યરવરૂપ છે. આ લક્ષણોથી વિચાર કરતાં આ દશ્યાદિથી ભિન્ન જે છે, તે પિતે હું છું, કે આત્મા છે. એવા ઉપનામથી બોલાવતે આત્મા છે. અસિથી જેમ મ્યાન જુદું છે તેમ તે દેહથી જુદો છે. કેટલાએક શંકા કરે છે કે, તે નેત્રોથી કેમ દેખાતું નથી. પણ વિચાર કરતાં જણાશે કે, નેત્રને પણ જેનાર આત્મા છે. તે, તે નથી કેવી રીતે દેખાશે ? : * દરેક ઇન્દ્રિયને, પત પિતાના પ્રત્યેક વિષયનું જ્ઞાન થાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust