________________ . વિવિધજ્ઞાન 0-8-0: ' ( 307 ) mmmmmmmmmm અને મારું આ બંને વસ્તુમાં, બાહ્ય, આત્યંતર અપેક્ષાને લઈને તપાસ કરતાં વિશેષ તફાવત છે. બાહ્ય વસ્તુની અપેક્ષાએ જેમકે, “મારું ઘર” આ ઠેકાણે મારું કહેનાર મનુષ્ય, અને તેને રહેવાનું ઘર અથવા તેનું ઘર-આ બન્ને વસ્તુ પૃથક-જુદી છે, તેમજ અત્યંત ભિન્ન વિલક્ષણવાળી છે. તે તદ્રુપ નજ કહેવાય કે મનાય-યા અનુભવાય. આત્યંતર અપેક્ષા, જેમકે, “મારો કોઈ ઝા ન રહો. આ ફોધની ઉત્પત્તિ અન્ય વસ્તુની અપેક્ષા રાખે છે. ઈષ્ટાનિષ્ટ વસ્તુના વિયેગ, સંયોગથી તે ઉત્પન્ન થાય છે. અને તેને અભાવ થતાં, અથવા ઈષ્ટ વસ્તુ આવી મળતાં અને અનિષ્ટ વસ્તુ ચાલી જતાં તે કોઈ વિલય થઈ જાય છે. માટે તે પણ આપણું સત્ય સ્વરૂપ ન જ બની શકે. આહાર, પાણી, હવા, ચિંતા, પરિશ્રમ, નિશ્ચિતતા વગેરે અનેક કારણોને લઈ આ શરીરની વૃદ્ધિ, હાની થાય છે. જેમ, ઈટ, ચુને, પથ્થર, માટી, લાકડાં, લોઢાં, જમીન વિગેરે અનેક કારણોની વૃદ્ધિ, હાનીથી ઘર નાનું મોટું થાય છે. માટે જેમ ઘરને બનાવનાર કે, ઘરમાં રહેનાર તે ઘર નથી પણ ઘરથી જુદો છે. તેમ આ શરીર બનાવનાર કે શરીરમાં રહેનાર આ શરીરથી જુદો છે. ઘર કે મહેલના ઝરૂખામાં ઉભું રહીને કે માણસ બાહારના પદાર્થો જોઈ શકે છે, તેમ આ શરીરના નેત્રોરૂપી ઝરૂખામાં રહીને, અંદર રહેનાર આ દુનિયાના પદાર્થોને જોઈ શકે છે. ઝાખે અને ઝરૂખામાં ઉભો રહી જેનાર મનુષ્ય બને જુદાં છે, તેમ શરીર અને શરીરમાં રહી બાહા પદાર્થોને જેનાર બને જુદા છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust