________________ - શદગુણ સંગ્રહ 7-10-7 ( 301 ) કર્મો જ છે. મારાં પૂર્વકમજ તેવાં હશે. તેમાં આપને શું દેય છે ? મહાબળ તરફ દષ્ટિ કરી, સુરપાળરાજા બો. વત્સ ! તારી કૃપા અપૂર્વ છે. અપરાધી કંદપ રાજાપર તે ઘણો અનુગ્રહ કર્યો છે, છતાં તે નિર્ભાગ્ય તારા અનુગ્રહનો લાભ લઈ ન શકે. તારું સાહસ, તારી બુદ્ધિ, તારૂં શાય, તારૂં ધેય તારું સુકૃત અને તારાપર મનુષ્યને ( પ્રજાનો ) અનુરાગ એ અનુકરણી સાથે અનુમોદનીય પણ છે. ઈત્યાદિ અનેક પ્રકારે પુત્રના ' ગુણાનું અનુમોદન કરતા રાજાએ પુત્રને જણાવ્યું. વત્સ ! મલયાસુંદરીથી પેદા થયેલ તે પુત્ર હાલ કયાં છે ? તે પાપી બલસારે તેની શી વ્યવસ્થા કરી છે ? મહાબળ–તે બળસારને અહીં બોલાવીને પૂછી જોઈએ. ' તરતજ મહાબળે બંધીખાનામાંથી બળસારને સુરપાળ રાજા પાસે બોલાવી મંગાવ્યો. અનેક સુભટોથી વિંટાયેલ, અને લેહની બેથી નિગડિત બલસાર સભામાં આવ્યો. તેને જોતાં જ ભયંકર ભ્રકુટી કરી સુરપાળરાજાએ જણાવ્યું: અરે ! દુબુદ્ધિ, તે અમારો ઘણો અપરાધ કર્યો છે. તને જે . શિક્ષા કરવાની છે તે તે કરશું જ. પણ પ્રથમ તું સત્ય જણાવ કે, તે અમારા પુત્રની શી વ્યવસ્થા કરી છે? તેને કયાં રાખ્યો છે? સુરપાળ અને વિરધવળ બન્ને રાજાને ત્યાં બેઠેલા દેખી, તે સાર્થવાહ અત્યંત ગભરાઈ ગયું. તેને ઘણે ભય થયે. જેની મદદથી બધીખાનાથી છુટવાની કાંઈ પણ આશા રાખતા હતે. તેનાંજ આ પુત્ર અને પુત્રી છે, અને મેં પણ તેને જ મહાન અપરાધ કર્યો છે, તેને જ મેં મહાન કષ્ટ આપ્યું છે, તે વિરધવળ રાજાની પુત્રીનેજ દુર્દશામાં લાવી મૂકી હતી. અને છેવટે કારૂને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust