________________ હિંદની હાલત 0-8-0 ( ર૯૭ ) તે અને રાજાના શરીરનું રક્ષણ કરતાં તેમણે હાથમાં લીધેલાં શો વારંવાર પાડી નાખવા લાગ્યા, તેજવાન ગુરૂ શુકને પણ ચંદ્રમા જેમ નિસ્તેજ કરી નાખે છે, તેમ બન્ને રાજાને નિસ્તેજ કરી ચિંતા સમુદ્રમાં નાખ્યા. ચિંતાથી અધોમુખ અને લજજાથી શ્યામ મુખ ધારણ કરતા પતા તથાસ સરાને દેખી, સિદ્ધરાજે વ્યંતરદેવને બોલાવી, કેટલીક અગત્યની ભલામણ કરી પૂવેર લખી રાખેલ એક લેખ, બાણુના અગ્ર ભાગમાં રાખી, તે બાણ રાજાના સંમુખ ફેંક્યું. દેવ પ્રભાવથી સિદ્ધરાજે મુકેલું બાણ રાજાને નમસ્કાર કરતું અને મનુષ્યને મેહ પમાડતું રાજા પાસે આવ્યું. આ પ્રમાણે આવતા બાણને દેખી તે બન્ને રાજાઓ ચિત્તમાં ચમત્કાર પામ્યા. બાણ આકાશથી નીચું ઉતયું. સુરપાળ રા જાને ત્રણ પ્રદક્ષિણા કરી નમસ્કાર કર્યો, અને તેના ચરણાવિ - માં તે પત્ર મુકી પાછું તે સિદ્ધરાજની પાસે ચાલ્યું ગયું. વાણનું આવું કર્તવ્ય જેઈ, સર્વ સૈનિકને આશ્ચર્ય થયું. તેઓ પરસ્પર બોલવા લાગ્યા. ભાઈઓ! આમાં કાંઈ ગુઢ પરમાર થે જણાય છે, પણ આપણે તે સમજી શકતા નથી. એટલામાં તે સુરપાળ રાજાએ તે લેખ હાથમાં લીધે, અને ને તેને બેલી ઘણીવાર સુધી તે અક્ષરની ૫તિ નિહાળી વાંચવા માંડે. - લેખ સાંભળવાની ઈચ્છાથી, રાજાની ચારે બાજુ હજારે મનુષ્ય વિટાઈ વન્યા. કેળાહળ બંધ થયું. એટલે રાજાએ મોટાસ્વરે તે લેખ વાંચો શરૂ કર્યો. - * * * * * * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.