________________ (296 ). નિઘંટ રત્નાકર 1 0-0 સૂચવનાર આ યુધના પ્રસંગમાં થોડા જ વખતમાં સિદ્ધરાજનું સિન્ય ભાગ્યું. કેમકે તે ઘણુજ થોડું હતું. તેમજ તેને અચાનક તૈયાર થવું પડયું હતું. યુદ્ધમાંથી પાછું ફરી સૈન્ય શહેર તરફ વળવા લાગ્યું. " પોતાના સિન્યને પાછું ફરતું દેખી, રણરંગ હાથી પર બેસી સિદ્ધરાજ પોતાના સિનિની સ્થિર કરતો. સિંહનાદથી સામા પક્ષના સૈન્યને ત્રાસ આપતે, રણ સંગ્રામના ખરાપર આવી યુદ્ધ કરવા લાગ્યે. સિદ્ધરાજને સંમુખ આવેલ દેખી, વિધાલંકાર હાથી ઉપર બેસી સુરપાળ રાજા, અને સંગ્રામ તિલક હાથી ઉપર બેસી વિરધવળ રાજા તેના સંમુખ યુદ્ધ કરવા આવી પહોંચ્યા. પોતાના સર્વબળને વાપરતા, તે સવે રાજાઓ જીવ પર આવીને લડવા લાગ્યા. પિતાના બાહુ બળથી સામે પક્ષ અજેય જણાતાં સિદ્ધરાજે વ્યંતરદેવનું સ્મરણ કર્યું. સ્મરણ કરતાં જ તે વ્યંતરદેવ હાજર થયે, " આવી પહોંચ્યો છું” એમ જણાવી તે દેવ સિદ્ધરાજને મદદ કરવા લાગે તે સામા પક્ષ તરફથી આવતાં બાણોને, અર્ધમાગમાંથી જ પકડી લઇ સિદ્ધરાજને આપવા લાગ્યો. સિદ્ધરાજના સૈન્યનાં બાણ સામા પક્ષને વાગવા લાગ્યાં અને તે તરફનાં બાણ વચમાંજ દેવ ઉપાડી લેવા લાગ્યો આ કારણથી મેઘધારાથી જેમ હંસો દિશાઓમાં ઉડી જાય છે, તેમ સિદ્ધરાજની બાણુધારાએ, રણાંગણમાંથી રાજહંસ સહજ વારમાં ઉંડ લાગ્યા. એક તે બળવાન અને યુવાન સિદ્ધરાજ, તેમ વળી દેવની મદદ, આ બન્ને કારણથી સિધરાજનું જોર વધ્યું. તેણે કૈતુકથી રાજાના ચામર, વજા અને છત્ર છેદી નાખ્યાં તેમજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust