________________ વીજળી (ઇલેકટ્રીસીટી ) 1-8-0 (283 ) રાજાને નિદવા લાગ્યા. અને કેટલાક તો રાજાને પ્રત્યક્ષ આકાશ કરવા લાગ્યા. છતાં લોકોના દેખતાં જ સિધ પુરૂ, વ્યંતર દેવ ને યાદ કરી, અગ્નિમાં પ્રવેશ કર્યો. આ વખતે રાજાને ઘણે સંતોષ થયે, પણ પ્રજાને અતિ શિક થયે છતાં, આ હર્ષ શેક લાંબો વખત ટકી ન રહ્યાં. એક ક્ષણવારમાં તો સિધ્ધ પુરૂષ અગ્નિમાંથી બહાર નીકળી આવ્યો. તેના શપમાં ઘણું વધારો થયો હતો. ઈદ્રના અશ્વ સરખા અશ્વપર તે બેઠે હતો. દિવ્ય વસ્ત્ર અને સુંદર અલંકારોથી તેનું શરીર સુશોભિત થઈ રહ્યું હતું. લેકના આશ્ચર્ય વચ્ચે તેણે પિતાનું બોલવું શરૂ કર્યું. મહારાજ, પ્રધાન, અને પ્રજાગણ ! આ વખતે જે આ અગ્નિ પ્રજવલિત થઈ કહ્યો છે, તે ઘણો જ પવિત્ર છે. તેમજ, જે ઠેકાણે આ અગ્નિ ઉત્પન્ન થયે છે, તે ભૂમિ પણ સર્વ મને નવાંછિત આપવાવાળી છે. તે રથળે જમીપનર આળોટવાથી આ અશ્વ અને હું પણ આવી દિવ્ય સ્થિતિ પામ્યા છીએ. અમને બન્નેને કઈ પણ વખત હવે રોગ, જરા, કે મૃયુ. પરાભવ કરી નહિજ શકે. જે આ વખતે કઈ પણ મનુષ્ય, પોતાનું ઈચ્છિત કાર્ય મનમાં ધારી, આ અગ્નિમાં પ્રવેશ કરશે તે, તે મારી અને આ અશ્વની માફક થોડાજ વખતમાં દિવ્ય, રૂપધારી થઈ શકશે, અને તેના મનોરથ સિદ્ધ થશે. આ પ્રત્યક્ષ બનેલ સિધપુરૂષને અને અન્યને દાખલ જોઈ દિવ્યરૂપના અને મનેઇચ્છિત સુખના ઈરછક જાદિ અનેક. પરૂ અગ્નિમાં પડવાને તૈયાર થયા. . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust