________________ (ર૭૪) બસે બાવન વૈષ્ણવની વાર્તા ૧-૮આ ઉદ્યાનમાં આવી દેવે મને કહ્યું કે, કુમાર ! આ કરંડીયે લઈ જઈ, તે રાજાને સપજે. હું તારી સાથે જ ગુપ્તપણે આવું છું. ત્યાં આવ્યા પછી જેમ મને ઉચિત લાગશે ગુપ્તપણે, રહી કાય કરીશ. દેવી ! તે કરવા લાવી મેં રાજાને સોંપે છે. અને તેની અનુમતિ લઈ હું અહીં તારી પાસે આવ્યો છું. મને ચેકશ ખાત્રી છે કે, આ દેવની મદદથી હવે તારે છુટકારો ઘણા છેડા જ વખતમાં થશે. વિયેગ દૂર થશે, અને નિરંતરને માટે આપણે સુખી થઈશું. દુખનું વાદળ હવે વિખરાવા લા. ગ્યું છે. આ પ્રમાણે મલયાસુંદરીને દિલાસો આપતે મહાબછે ત્યાં ઉભે છે. * આ બાજુ મહાબળે, જે આમૃફળને કરંડીયે રાજા પાસે. કાજસભામાં મૂક્યું હતું, તેમાંથી અકસ્માત્ એવા શબ્દો ની કળવા લાગ્યા કે, " રાજાને ખાઉં કે પ્રધાનને ખાઉં ? વારંવાર નીકળતા આ શબ્દો સાંભળી રાજા ભય ભ્રાંત થયો. તે બોલવા લાગ્યું કે, ગુપ્તપણે પૃથ્વી પર વિચરનાર આ કોઈ ખરેખર સિદ્ધ પુરૂષજ છે. નહિતર આવા દુષ્કર કાર્યો પણ એક લીલામાત્રમાં કેમ કરી આપે ! હું ધારું છું કે, આપણે નાશ કરવા માટે જ આમ્રફળને દંભથી આ કરંડિયામાં તેણે કોઈ પણ જાતની બીભેષિક ( ભય ઉત્પન્ન થાય તેવી વસ્તુ ) વાળી આ પ્રમાણે ભયથી કંપતા અને છેલતા રાજાને દેખી, કાંઈક હસ્તે હસતો પ્રધાન બેલી ઉઠયે. અરે ! બભેષિકાના સુખમાં ધુળ પડે. એમાં તે વળી ભય શો રાખી મૂકે છે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust