________________ નીતીધમ [ હ. દ્વા. કાંટાવાળ] –૪–(ર૭૭) વાળવાનો મારે અવસર છે. ઈત્યાદિ પોનું સર્વ વૃત્તાંત તેણે મને ! જણાવ્યું. હું નિર્ભય થઈ ત્યાં રહ્યો. ખરેખર કરેલે ઉપકાર નિરર્થક જ નથી ! વાર્તાલાપ કરતાં અમારી રાત્રિ વ્યતીત થઈ | વ્યંતરદેવે પ્રભાતે જણાવ્યું, રાજકુમાર! તું મારો અતિ થિ છે. અતિથિનું સન્માન કરવું જ જોઈએ. મારા લાતક ઈષ્ટ કાર્ય તું બાવ, જે કરી આપી, અતિથિનું સન્માન અને ૫રેપકારનો બદલે હું કાંઈક વાળી આપું. આ મેં જણાવ્યું. કંદર્પ રાજા મને જે કાર્ય બતાવે, તે કાર્ય કરવાને હું સમર્થ થાઉં. તે પ્રકારે મને મદદ આપો. વંતર–કંદ રાજા તને મારવાને ઈરછે છે, માટે જે તારી સમ્મત્તિ હોય તે હું તેને શિક્ષા આપું. મેં જણાવ્યું. તમારી મદદથી તેનું આ કાયૉ હ તેને કરી આપું છું. છતાં પણ તે રાજા પોતાના દુષ્ટ અધ્યવસાયથી પાછો નહિ હઠે તે પછી તમને જેમ એગ્ય લાગે તેમ શિક્ષા આપશો. વ્યંતરદેવે તેમ કરવા કબુલ કર્યું. વળી વિશેષમાં એમ પણ જણાવ્યું કે, બીજું પણ કોઈ અસાધ્ય કાર્ય કોઈ વખત આવી પડે તે મને તરત જ યાદ કરજે. યાદ કરવા માત્રથી જ હું હાજર થઈ તેવાં અસાધ્ય કાર્યમાં પણ મારાથી બનતી મદદ આપીશ. આ પ્રમાણે મને કહ્યા પછી, તપ્તજ તે કઈ સ્થળેથી એક કરંડી લઈ આવ્યું. તે આબાઉપરથી પાકાં સુંદર ફળો તેમાં ભરી, કરંડીયા સહિત મને ત્યાંથી ઉપાડી આ શહેરના ઉદ્યાનમાં લાવી મૂક. . . . . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust