________________ ચોરાશી આસન 1 - 4-0 ( 265 ) શકાગ્નિ પ્રગટ થયે; પણ જ્યારે તેણે ચિતામાં પ્રવેશ કર્યો ત્યારે તે શોકાગ્નિ ઉષ્ણ અશ્રુરૂપે બહાર આવ્યું, અર્થાત્ લોકો રડવા લાગ્યા. રાજપુરૂષોએ ચિતાની બાજુ લોકોના શરીરમાં દુઃખાગ્નિ સાથે અગ્નિ સળગાવ્યા. ભડભડાટ શબ્દ કરી ચિતા સળગવા લાગી તેની જવાળા આકાશમાં લંબાવા લાગી. આટલી અનિ છતા ચિતામાં પ્રવેશ કરેલા રાજકુમારના મુખથી નીકળતે સિત્કાર જેટલો પણ શબ્દ જ્યારે ન સંભળાવે ત્યારે લોકો તેના ધીરત્વની પ્રશંસા કરવા લાગ્યા. જ્યારે ચિતા સંપૂર્ણ બળી રહી, ત્યારે રાજ પુરૂષે ત્યાંથી પાછા ફરી રાજા પાસે આવ્યા અને સર્વ વૃત્તાંત નિવેદિત કર્યો. આજની રાત્રિએ, રાજા, તથા જી પ્રધાનને મુકીને, આખા શહેરના લોકોને પ્રાયે સુખે નિદ્રા ન આવી. લેકએ સિદ્ધનું મરણ અને રાજાને અન્યાય, આ બે વાતને વિચાર કરતાં કષ્ટથી રાત્રિ પસાર કરી. પ્રભાત થતાંજ, સાથે રાખનો માટે પોટલો લઈ બજાર વચ્ચે થઈ, રાજમંદિર તરફ જતે, તે સિદ્ધપુરુષ લોકેના જેવામાં આવ્યું, સિદ્ધને દેખી કે વિસ્મય પામ્યા, લોકોના આનંદનો પાર ન રહ્યો, તેઓએ જણાવ્યું. સિદ્ધપુરૂષ ? આ તમારે માથે શું છે ? તમે અહીં કેવી રીતે આવી શકયા? મહાબળ–રાજા માટે તે ચિતાની રાખ લઈને આવ્યું છું. આ પ્રમાણે ઉત્તર આપતે મહાબળ રાજમંદિરમાં આવ્યો. રાજાની પાસે રાખીને પોટલે મુકી, સિધે જણવ્યું. રાજ તે ચિતાની આ રાખ છે, દુર્લભમાં દુલભ ઔષધ આ છે.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak ett