________________ વિષ્ય દર્પણ છે 6-0 તમારે વચ્ચે પડવાની જરૂર નથી. આ સંબંધમાં તમારે કાંઈ પણ ન બોલવું. સિદ્ધ, મસ્ત હોય તે મરવા દે. શું તેને માટે આપણુ રાજાને આપણે આવા સંકટમાં પડેલો જોઇશું ? - પ્રધાનનાં આ વચનો સાંભળી, પ્રજાગણ ઉદાસ થયે. તે આપસમાં બોલવા લાગ્યા. અહા ! જ્યાં રાજા પતે પાપમાં પ્રવૃત્તિ કરવાવાળો હોય, અને પ્રધાન દુબુદ્ધિ આપનાર હોય, ત્યાં ન્યાયની આશા શાનો ! ત્યાંની પ્રજાને સુખ કર્યાંથી હોય ! જે રાજાઓનો પિતાના મન પર આટલે પણ અંકુશ નથી, અનેક સ્ત્રીઓ છતાં, વિષયવાસનાની શાંતિ નથી, અને પુત્ર પુત્રીની માફક માનેલી પ્રજાની પાયમાલી કરવાને ઈચ્છે છે, તે રાજાઓ રાજ્ય કરવાને લાયક જ નથી. તેઓમાં રાજાપણાની ચોગ્યતાજ નથી. તેઓને પ્રજાએ પદભ્રષ્ટ કરવા જોઈએ. અહા ! એક સ્ત્રી માત્રને માટે, ક્ષારના દંભથી (રાખના બાંનાથી) આવા પુરૂષરત્નને જે વિનાશ કરે છે, તે દુબુદ્ધિઓના મસ્તક પર નિચે ક્ષારજ પડશે. આ પ્રમાણે અન્ય અન્ય બેલતા, મનથી કળકળતા લોકે, પાછા ફરી પોતાને ઠેકાણે આવ્યા. મહાબળકુમાર લીન હાહાર વચ્ચે, સુભટોથી વિંટા' ચેલે ચિતા પાસે આવ્યા. ચિતા ઘણીજ ઉંચી અને પડોળી રચવામાં આવી હતી. લાકડાંની કાંઈ ખોટ નહોતી. કદાચ ચિતામાંથી નજર ચુકવી આ ચા ન જાય એ આશયથી ચિતાની ચારે બાજુ વાળના સુભટો ફરી વળ્યા હતા. મહાબળ ચિતા પાસે આવ્યું, ત્યારે લોકોના હદય માં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust