________________ પુખ્ત ઉમરને 0-20 (53 છે રાજકેદીને પુરવાનું એક કારાગૃહ ( બંધી ખાનું ) હતું. તેની પાસે કોઈ પણ દાસ દાસી ન હતું. કેવળ તે મેહલબહાર આજુબાજુ સીપાઈઓ ફરતા હતા. રાત્રિ થઈ અંધકાર શારે તરફ ફેલાયે. પાણી વિના જેમ માછલી તરફડે, તેમ પતિવિ ગથી દુઃખિણ મલયાસુંદરી જમીન પર આમ તેમ આળોટવા લાગી. તેને કોઈ પણ રીતે તે સ્થળે રતિ ન પડીકાંતે પ્રિય આવી મળે, અને કાંતે કઈ પ્રકારે જીવિતવ્ય ઉડી જાય. આજ વિચાર કરતી આમ તેમ આળોટતી હતી. તેવામાં તે અપાવર સ્થાનમાંથી એક ભયંકર ઝેરી સપે આવી મલયાસુંદરીને દંશ દીધો, મરણ બુરી ચીજ છે. મલયાસુંદરી એકદમ બુમ પાડી ઉંઠી અરે ! આ મારા પગે દુષ્ટ સપ વળગે છે. આ પ્રમાણે બોલતી દેવ, ગુરૂનું સ્મરણ કરવા લાગી. તે આ મલયાસુંદરીની ચીસ સાંભળી યામિક દેવ આવ્યા. તેમણે એક ભયંકર સર્ષ મલયાસુંદરીને પગે વળગેલે દીઠો. હથીઆરથી તે સપને તેઓએ મારી નાખ્યું અને તત્કાળ રાજાને ખબર આપી કે મલયાસુંદરીને સર્પદંશ થયેલ છે. વિષયસ્નેહી રાજા. આકુળવ્યાકુળ થતે ઉતાવળ ઉતાવળો ત્યાં આવી ઉભ. રાજાએ તરત શહેરમાંથી મંત્રવાદીઓને બોલાવ્યા. ભંડારમાંથી જડીબુટ્ટી અને મણિ આદિ સર્પનું ઝેર ઉતારવાનાં સાધને મંગાવ્યાં. તે સર્વનો પ્રયોગ પણ તત્કાળ કરવામાં આ છતાં જરામાત્ર પણ ઝેર ઉતર્યું નહિં. પણ ઉલટું ઝેર વૃદ્ધિ પામ્યું. અને થોડા વખતમાં આખા શરીરમાં ઝેર વ્યાપી ગયું. હળવે હળવે ઈદ્રિઓની ચેષ્ટા બંધ પડી, અને કેવળ મંત્ર - - - - - - 'ii P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust