________________ . માનતુંગ માનવતી નવેલ. 05-0 (17) નગરી આવી; તે નગરીના બહારના ઉદ્યાનમાં એક વિદ્યાસિદ્ધ, સિદ્ધપુરૂષને મેં જોયે. પણ તે સિદ્ધ પુરૂષ અતિસારના રેગથી એવી રીતે પીડાતું હતું કે તેનાથી જરા માત્ર ચલાતું કે, બેલાતું , નહેતું. તેની આવી અવસ્થા જોઈ મને નિઃસ્વાર્થપણે દયા આવી. દુઃખી મનુષ્યને જોતાં નિઃસ્વાર્થપણે જેને દયા નથી આવતી તે મનુષ્ય મનુષ્ય નામ ધરાવવાને લાયક નથી. જ્યારે પોતે દુઃખી હોય છે ત્યારે તે દુઃખમાંથી મુકાવા માટે પિતે ઈચ્છા કરે છે, બીજા મનુની મદદ માંગે છે, એવી દુઃખી અવસ્થામાં કઈ થડ પણ મદદ આપે તે પિતે ઘણો ખુશી થાય છે. આ પ્રમાણે જાતિ અનુભવ છતાં તે મનુષ્ય, બીજાને દુઃખી અવસ્થામાં સાહાચ્ય ન આપે તે તે વિચારશુન્ય મનુષ્ય ખરેખર નરપશુ જી સમજો. આવા કૃતઘ મનુષ્ય દુનિયાને ભારભૂત છે. જ્યાં મારાપણાની અને વાર્થપણાથી વૃત્તિઓ હોય છે, ત્યાં પરમાર્થ વૃત્તિઓ કે ધાર્મિક લાગણીઓ ટકી રહેતી નથી મહાત્માઓ તે પોકાર કરીને કહે છે કે “તમારે સુખી થવું હોય તે બીજાને નિઃસ્વાર્થ બુદ્ધિએ સુખી કરે.” જ્યાં સ્વાર્થ સિદ્ધ થવાની આશા હોય છે, ત્યાં તેને મદદ કરનાર અધમ પ્રાણીઓની આ દુનિયામાં કાંઈ ખોટ નથી. પણ સ્વાર્થ શિવાય અન્યને ( જ્યાં ઓળખાણ પણ ન હોય તેને) મદદ કરી, શાંતિ આપનાર વીર પુરૂષે વિરલા જ હોય છે. કઈ પણ વસ્તુની ઈચ્છા સિવાય, કેવળ કરૂણામય દ્રષ્ટિથી મે તે સિદ્ધ પુરૂષને એવી રીતે અષધ ઉપચારની મદદ કરી કે તે થોડાજ દિવસમાં શરીરે તદન નિરોગી થયે. - નિરોગી થયેલા તે સિદ્ધ પુરૂષે મારું નામ, ઠામ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust