________________ ( 16 ) હરીબળ મરછી નેવેર, રૂ. 08-0 તે પુરૂષને, આ શહેરમાં દાખલ થતા પુરૂષની કાંઈ અપેક્ષા ( જરૂરીયાત ) હેય તેમ તેના ચહેરા ઉપરથી જણાતું હતું. શહેરમાં દાખલ થતા પુરૂષને જોઈ તે પુરૂષ બેલી ઉક્યા. " હે વીર પુરૂષ ! તું કોણ છે ? અને ક્યાંથી આવ્યું છે, ?" તે સાંભળી શહેરમાં પ્રવેશ કરનાર પુરુષે જણાવ્યું કે, " ભાઈ, હું વટેમાર્ગુ છું; દેશાટન કરતાં રસ્તાનાં પરિશ્રમથી ખેદ પામી, વિશ્રાંતિ માટે આ શહેરમાં પ્રવેશ કરૂં છું. " " તમે પિતે કેણ છે ? એકલા કેમ દેખાઓ છે ? આ આ શહેર રિદ્ધિથી પૂર્ણ છતાં મનુષ્યથી શૂન્ય શા માટે ? આ નગરીનું નામ શું? વિગેરે તમે મને જણાવશે ? " શહેરમાં પ્રવેશ કરનાર પુરૂષે આ સર્વ પ્રશ્ન તેને પૂછયા. - વટેમાર્ગનાં આવાં વિનય ભરેલાં વચન સાંભળી ઘણે ખુશી થઈ તે પુરૂષ કહેવા લાગે. હે ભદ્ર ! આ કુશવર્ધન નામનું શહેર છે. વીરપુરમાં અગ્રેસરી સૂર નામને રાજા આંહી રાજ્ય કરતે હતે. તેને જયચંદ્ર અને વિજયચંદ્ર નામના અમે બે પુત્રો હતા. અયુષ્ય પૂર્ણ થતાં મારા પિતા આ ફાની દુનિયાને ત્યાગ કરી દેવભૂમિમાં જઇ વસ્યા. ખરેખર નામ તેને નાશ છે દેહધારી જીનાં આયુષ્ય ગમે તેટલાં મોટાં હેય તથાપિ અવશ્ય તેને અંત આવે છે. મારા પિતાના મૃત્યુ બાદ મારે જયેષ્ઠબંધુ જયચંદ્ર રાજ્યસન પર આવ્યું. મારા વડિલ બંધુએ મને રાજ્યને ભગ ન આપે, તેથી સારું અપમાન થયેલું સમજી આ રાજધાની મૂકી હું બીજે સ્થળે ચાલ્યા ગયે. રસ્તે ચાલતાં ચંદ્રાવતી P.P.AC. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust