________________ (24) મિટર વાહન એકટ 0-2-6 : - ~~ ~ ~~- ~રાજાએ મલયાસુંદરીની તપાસ કરાવી પણ કેઈ ઠેકાણે તેને પત્તો ન લાગે. ભ્રકુટી ચઢાવી રાજાએ પ્રતીહારે ને પુછયું. અરે ! પિલા આવાસ માંથી લાવીને હમણું આંહી એક સુંદરીને મુકી હતી તે કયાં ગઈ ? પ્રતિહારોએ નમ્રતાથી જણાવ્યું. દેવ ! તે હમણાંજ આ દ્વારપર બેઠી હતી. બહાર ગઈ જ નથી. કેમકે અમે તે આ મુખ્યદ્વારપર પહેરો ભરતા બેઠા છીએ. દ્વારપાળનાં વચન સાંભળી રાજા વિચાર કરવા લાગ્યું કે કઈ પણ પ્રગથી તે સુંદરીએજ આ પુરૂષનું રૂપ ધારણ કર્યું હોય એમ સંભવે છે. વિશેષ નિય માટે રાજા તેને પુછવા લાગ્યો કે, અરે ! તું કે છે તે અમને કહી બતાવ. મલયાસુંદરીએ જવાબ આપે , જે છું તે તું શું નજરે જોઈ શકતા નથી. રાજા ફરી વિચારમાં પડયે આનું સ્વરૂ૫ વિદ્યાધરથી કે * સિદ્ધ પુરુષથી વિલક્ષણ છે. શરીર પરનાં ચિહન કઈ સામાન્ય પુરૂષ જેવાં જણાય છે. ત્યારે વેશ તે મલયાસુંદરીના જેવો જણાય છે. ત્યારે આજ નિર્ણિત થાય છે કે મલયાસુંદરીએ જ કઈ પણ પ્રકારે આવું રૂપ ધારણ કર્યું જણાય છે. રાજા–મલય સુંદરી ! મારા મને વાંછિત ભાવને કોઈ પણ પ્રકારે નહિ ઈરછતાં તેજ કઈ પ્રયોગથી આ રૂપ ધારણ કર્યું છે. ' અરે ! સુભટો ! શું જુવે છે, અને આ મહેલમાંથી બહાર કાઢી બી જા આવાસમાં રાખી નજરકેદ કરે. આ અંતેઉરમાં વધારે વખત રહેશે, તે મહાન અનર્થ પિદા કરશે. - રાજાને હુકમ થતાંજ રાજપુરોએ તેને બહાર કાઢી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust