________________ સ પીવાતે બાબતને ૦-ર-૬ થઈ ગયે. પુષરૂપ થવાથી તેને ઘણો આનંદ થયે. નિર્ભય થઈ અંતેઉરના મુખ્યદ્વારઉપર શાંત ચિત્ત બેઠે. પિતાના મેહેલમાં અતિ અદ્દભૂતરૂપવાળા પુરૂષને અકસમાત, પ્રગટ થયેલે કે આવેલે જાણી, રાજાની રાણીઓ ત્યાં આવી. વિસ્મયપૂર્વક વિકસિત નેત્રે નિહાળી નિહાળીને તેને જોવા લાગી. અને આપસમાં બોલવા લાગી કે, અહા ! આ દિવ્ય પુરૂષ અહીં કયાંથી ? શું તે પાતાળમાંથી નીકળી આવ્યું કે આકાશમાંથી ઉતરી આવ્યો ? આતે કઈ દેવ છે કે વિદ્યાધર છે ? આ પ્રમાણે બોલતાં બોલતાં અને તે પુરૂષને જોતાં જોતાં, જેમ. - ચંદ્રોદયથી સમુદ્રમાં પાણી ઉછળે છે તેમ રાણીઓના શરીરમાં કામ ઉછળવા લાગ્યું. તેઓનાં નેત્ર, મન, અને શરીર કામથી વ્યાકુળ થયાં. ફળવાળા વૃક્ષને જોઈ સુધાતુર થયેલું વાનરાઓનું ટેળું જેમ ફળ ખાવા માટે ઉત્સુક થાય છે, તેમ રાણીઓનાં મન તે પુરૂષ સાથે ટીડા કરવા માટે ઉત્સુક થયાં. પ્રસરતી સુગંધવાળી આશ્રમંજરીઉપર જેમ ભ્રમરે આવી પડે છે, તેમ તેના શરીરઉપર, તે સ્ત્રીઓના કટાક્ષને સમુદાય એકી સાથે પડવા લાગે. આ દિવ્ય પુરૂષને દેખી, આખું અnઉર આ પ્રમાણે વિસંસ્થળ થયેલું જાણી, વિસ્મય પામેલા પહેરેદારોએ રાજા પાસે જઈ તે વાત જણાવી. - - રાજા ઉતાવળે ઉતાવળો અંતેઉરમાં આવ્યો. આવીને જુવે છે તે ધીર, સામ્ય, સુખાસીન અને સાક્ષાત્ કંદર્પ હોય, તે રૂપવાન એક નવીન પુરષ દીઠે. તેને. જોતાં જ રાજા બેલી, ઉઠ, અરે ! આ પુરૂષ કોણ છે ! મેહેલમાં તેણે કેવી રીતે, પ્રવેશ કર્યો ? આ પ્રશ્નનના પ્રત્યુત્તરમાં રાજાને કાંઈ જવાબ ન મળે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust