________________ : તુરંગને એકટ 0-8-0 ( રર૩ ) દિવસમાં પોતાની નિવાસ ભૂમિ, સાગરતિલક શહેરમાં આવી પહોંચે, શહેરમાં આવી, કઈક એક ગુસઘરમાં જુદે જ ઠેકાણે ત્રસહિત મલયાસુંદરીને રાખી. આ વાતની ખબર તેની વિશ્વાસુ એક દાસી સિવાય બીજાને ન પડવા દીધી. એક દિવસે સાથે વાહ મલવાસુંદરી પાસે આવી આ પ્રમાણે કહેવા લાગ્યા. સુંદરી તું મને તારા સ્વામી તરીકે અંગીકાર કર, અને આ મારી અખુટ લક્ષ્મીની તુજ સ્વામીની થા, તેમ કરવાથી આ જન્મપર્યત સર્વ પરિવાર સહિત હું તારે સેવક થઈને રહીશ. વળી હું પુત્રરહિત છું, તેથી આ તારો પુત્ર તે મારા પુત્ર તરીકે થશે. કામાંધ આર્થવાહ આ પ્રમાણે પ્રાર્થના કરવા લાગ્યું. - મલયાસુંદરી-સાર્થવાહ ! પરસ્ત્રી ગમન મહાનું પાપ છે. તેમાં પણ સ્ત્રીના શીયળનું ખંડન કરવું તે ઘોર પાપ ગણાય છે. તારા જેવા કુલીન પુરૂષને ઉભય લક વિરૂદ્ધ, અવું કાર્ય કરવું તે બીલકુલ ગ્ય નથી. अपि नश्यस्तु सर्वस्वं भवत्वं च खंडशः / / कलंकयामि शीलं स्वं न तथापीदुनिमलं // 1 // સાર્થવાહ ! માગ સર્વસ્વનો નાશ થાય અને આ શરીરના ટુકડે ટુકડા થાય, તે પણ. શદ્રની માફક નિર્મળ, મારા શીયળને હું બીલકુલ કલંકિત નહિ જ કરૂં. ઈત્યાદ્ધિ અનેક પ્રકારે પિતાની શીયળની દૃઢતા જણાવી, આ અકાથી પાછા હઠવા સાર્થવાહને જણાવ્યું. સાથે વાહ, મલયાસુદરીના આવા દઢ નિન શ્ચયથી સ્તબ્ધ થયા. મિાન ધારી ઉભો રહ્યો. તેના મનમાં નિર્ણય હતો કે ગમે તે પ્રકારે મલયાસુંદરીને હું મારા સ્વાધીન કરીશ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust