________________ ( 218) જનાવર પર થતુ ઘાતકીપણું અટકાવવાને 0-2- 6 વહેવા લાગ્યાં. પુત્ર સમુખ દેખી, તે બોલવા લાગી, પુત્ર ! સેંકડો ગમે મનેરોની સાથે આજે તારે જન્મ લે છે. પણ આ નિભંગી માતા આવા ભયંકર અરણ્યમાં તારે જન્મત્સવ કેવી રીતે કરી શકે છે જે આજે આપણે રાજ્યમાં હોત, અથવા તારા પિતા પાસે હોત તે આજનો દિવસ આખા રાજ્યમાં સુવર્ણના સૂર્યોદય સરખે મનાત. ઘેર ઘેર મંગળ ગવાત, અને મોટા દમદમા સાથે વધામણું થાત. મારા સર્વ મનોરથ મનમાં જ રહ્યાં. કમ જેમ નચાવે તેમ કર્માધીન જીવોએ નાચવું જ. આ પ્રમાણે બોલતાં બોલતાં હુકપ પાછું ભરાઈ આવ્યું. નેત્રમાંથી વિશેષ પ્રકારે અથુપાત થયા. પિતાની મેળેજ પિતાનું સૂતિકર્મ તેણે કર્યું. અનેક પ્રકારની ગથી થયેલી પીડા અને અરણ્યવાસી છાના ભયથી કંપતા શરીરે રાત્રિ નિર્ગમન કરી. દુખી અવસ્થામાં શરીરની સુકુમાળ સ્થિતિ પણ કઠોર થઈ આવે છે. તેમજ પોતે ક્ષત્રિયબીજ લેવાથી, સાહસ ધરી ત્યાંથી આગળ ચાલી નજીકમાં એક નદી વહન થતી હતી, ત્યાં જઈ સર્વ અશુચિ દૂર કરી, નજીકમાં રહેલાં વૃક્ષેમાંથી કેટલાંએક ફળ લાવી ક્ષુધા શાંત કરી. નદીના કિનારા પર વૃક્ષોની ઘા ઝાડી આવી રહેલી હતી, તે વૃક્ષોના નિકુંજમાં જઇ, પુત્રનું પાલન કરતી, હર્ષ શોકથી. સંધી રદયવાળી મલયાસુંદરીએ કેટલાક દિવસો પસાર કર્યો, - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust