________________ ધરમાથ ટ્રસ્ટ એકટ 0-2-0 ( 217 ) અકસ્માત્ આફત આવી પડવાથી તેમજ ઘણો વિલાપ કરવાથી, ગર્ભપૂર્ણ ઉદરમાં મલયાસુંદરીને શુળ આવવા લાગ્યું. વેદનાથી વિધુરિત સ્થિતિમાં, પૂર્વ દિશા જેમ સૂર્યને પ્રગટ કરે છે, તેમ તેજ સ્થળે મલયાસુંદરીએ પુત્રને જન્મ આપે. - જે રાજબાળાની પાસે અનેક દાસ દાસીઓ હાજર રહેતાં, જેનું સૂતિકર્મ અનેક કેળવાયેલી સ્ત્રીઓની દેખરેખ નીચે થવાનું હતું, અને જેને ખાવા પીવા તથા સુવા રહેવાને માટે અનેક પ્રકારની સગવડોની જરૂર હતી, તે રાજબાળા અને એક પામર સ્ત્રીની માફક નહિ પણ એક જંગલના જાનવરની સ્થિતિમાં રહી પુત્રને જન્મ આપે છે. આ વિધિ ! તારાં કર્તવ્ય મ. હાન ગંભીર છે. તું રાજાઓને રંક બનાવે છે, અને રાકને રામ જા બનાવે છે. આ અવસરે આ રાજપત્નીને કેટલું દુખ થયું હશે ? કેટલું ઓછું લાગ્યું હશે ? અને શારીરિક રિથતિ સા. ચવવી કેટલી દુઃખકર થઈ પડી હશે ? તે ફકત જ્ઞાની પુરુષે જાણી શકે તેમ છે. . આમ થવાનું કારણ શું હશે ? તેમ જે વાચકવર્ગ વિચારશે તે તેને જરૂર પૂર્વકની વિષમતા જણાઈ આવશે. અને તેવાં અસહ્ય તથા અનિષ્ટ દુખથી બચવા માટે અત્યારથી જ સાવ ચેત રહેશે. આવી દુઃખની અવસ્થામાં પણ પુત્ર ઉપરના સનેહે તેને આશ્વાસન આપ્યું. એકનાં એ થયાં. વખત જવાનું કાંઈક સાધન મળી આવ્યું. પુત્રને મેળામાં સ્થાપન કરી, માતા નેહથી એકા નજરે સામું જોઈ રહી. જાણે સૂર્યનું બીજું બિંબજ ન હોય તેવા તેવા તેજસ્વી કુમારને જોઈ, માતાના નેત્રમાંથી હર્ષનાં અશ્રુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust