________________ (14) * બંદરને એકટ 0-4-0 - - મલચામુંદરીની બેઠક, ક્રીડાગૃહ, રતિગૃહ, તેનાં વસ્ત્ર, અને અલંકારે જોઈ, મહાબળને મલયાસુંદરીનું વારંવાર મરણ થવા * લાગ્યું. અને તેથી તેના મનમાં વિશેષ અશાંતિ ઉત્પન્ન થવા લાગી. ગાંધર્વના ગાયન, વારાંગનાનાં નૃત્યે, સારંગીના ઝણ શુટ અને મૃદંગનાં ભાકારથી જે રાજમહેલ ગાજી રહેતા હતા. તે રાજમહેલ આજે શુન્ય દેખાય છે, આવા જાય છે. વસ્ત્ર અને અલંકારો જોઈ નેત્રમાંથી અશ્રુ રુવે છે. કોઈ પણ રથળે ચેન પડતું નથી. જે માણસે શોધ કરવા ગયા હતા, તે સર્વે પાછા આવ્યા. પણ મારા દુઃખની કારી લાગણું કાને કે, તેની ગમે તે સ્થળેથી તપાસ લાવે ? માટે હવે તે મારી જાતે મારે તેની શોધ કરવા જવું. અને જ્યાં સુધી મને તે દયિતાને મેળાપ ન થાય ત્યા સુધી આ રાજધાનીમાં પાછું નજ કરવું. નિમિત પણ જણાવ્યું છે કે એક વર્ષને અંતે તમને તેને મેળાપ થશે. માટે આજ મારે કોઈને કહ્યા સિવાય ગુપ્તપણે નીકળી જવું. પિતાજીને ખબર પડશે કે તે જવા રજા નહિ આપે. આ પ્રમાણે વિચારમાંને વિચારમાં રાજકુમારે દિવસ પૂર્ણ કર્યો. - રાત્રિને સમય થયો. પહેરાદાર જાગૃત, નિદ્રિત એવી મધ્યમ સ્થિતિમાં રહ્યા હતા. એ અવસરે હાથમાં અન્ન લઈ, કોઈને કહ્યા સિવાય તેમજ સાથે કોઈને લીધા સિવાય, પેહરાદારની નજર ચુકાવી, મલયાસુંદરીની શેષ માટે મહાબળે એકાફી નીકળી પડયો. રસ્તામાં ઠેકાણે ઠેકાણે મલયાસુંદરીની શોધ કરવામાં, શ્રુષા, તૃષા, અને નિદ્રાને પણ વિસારી દીધી. અને એક ભેખ ધારકની માફક પૃથ્વીતળપર ફરવા લાગ્યા. એ માજી પ્રાત:કાળે તપાસ કરતાં જ્યારે મહાબળ ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust