________________ મુદતને એકટ 0 6-0 ( 189) - મલયાસુંદરી–વડીલબંધુ ! અમારું અહીં આવવું અકસ્માત્ અને દેવાધીનથી થયું છે, તે વાતથી માતા, પિતાને વાકેફ કરશે. મારાતરફની કાંઈ પણ ચિતા ન કરે તેમ જણાવશો હું અહીં મહાન સુખમાં છું. મારા તરફથી માતા, પિતાને થયેલા અપરાધની ક્ષમા કરવાને યાચના કરશે. તેમને મારા વારવાર પ્રણામ કહેશે, અને રસ્તામાં ઘણી જ સાવચેતી રાખીને જશે. - મલયકેતુકુમારે તે સર્વ સંદેશાઓને ઘણું સ્નેહપૂર્વક સ્વીકાર કરી, તેમના વિયેગથી થતા દુઃખને અશ્રુધારાએ શાંત કરી, ચંદ્રાવતી તરફ પ્રયાણ કર્યું. થોડા જ દિવસમાં ચંદ્રાવક તીમાં આવી, જમાઈની તથા પુત્રની, માતા પિતાને વધામણી આપી, શોક દૂર કરાવી સર્વને આનંદિત કર્યા, . . પ્રકરણ 31 મું. * - વનમાં રૂદન કરનાર સ્ત્રી કેણ હતી. ? * સંસારના આનંદથી શાંતિ પામેલાં દંપતી, મેહેલના ઝરૂ. ખામાં બેસી પુણ્યની પ્રબળતા, કર્મોની વિચિત્રતા, અને પાપની વિષમતા વિષે પરસ્પર વાર્તાલાપ કરતાં હતાં. તે અવસરે પિતાના મેહેલની નજીકમાં આવતી એક સ્ત્રી મહાબળના દેખવામાં આવી. તેનું નાક કપાયેલું હતું. તે સ્ત્રી તરફ દષ્ટિ કરી, મહાબળે મલયાસુંદરીને જણાવ્યું. વલભા ! આ સ્ત્રી તરફ નજર કર. જેના રૂદનને શબ્દ સાંભળી, તને વનમાં એકલી મૂકી, હું જેની મં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust