________________ (178 ) કેટ ફી એકટ -4-0 મરણ થયું તે દિવસે તેનું મરણ થયું, તે દિવસે સવારે જ હું તેને મળી છું, અને સ્ત્રી થઈને રહી છું. થોડા વખતમાં પણ તેણે મને જે મહાન સ્નેહ દેખાડે છે, તે હજી મારા હૃદયમાં અટકે છે. હું મેઢે શું કહી બતાવું? હે પુરૂષ! એ કઈ ઉપાય કર કે, એકવાર હું તેને આલિંગન આપું. અથવા ચંદનથી તેના મુખઉપર વિલેપન કરૂં. પિતાજી! આ સ્ત્રીનાં આવાં કરેણાજનક વચનો સાંભળી મને દયા આવી. મેં તેને જણાવ્યું. તું મારા સ્કધઉપર ચી તને યેગ્ય લાગે તેમ કર. તે સ્ત્રી મારા સ્કંધઉપર ચડી, ઘણીજ ત્વરાથી, ઉત્કંઠાપૂર્વક એવામાં તે શબના કંઠને આ લિંગન આપે છે, તેવામાં તે મૃતકે અકસ્માત્ દાંતથી તેની નાશિકા પકડે લીધી. તે દુઃખથી વીરસ સ્વરે રૂદન કરતી તે કે. આપવા લાગી. તેણે નાશિકા ઘણી પાછી ખેંચી પણ મજબૂત પકડેલી હોવાથી તે ગુટી ગઈ. તેના થડે ભાગ તે મૃતકના સુખમાં જ રહો. આ આશ્ચર્ય જોતાં મને ઘણું હસવું આવ્યું કેમકે તે સ્ત્રી, જે ચેરના પ્રેમને લઈને રડતી હતી, અને જેને મળવાને વિશેષ ઉત્કંઠિત હતી,તે ચોરના મૃતકેજ તેનું નાક કાપી ખાધું. , મને હસતો જોઈ તે મૃતકના મુખથી અકસ્માત એવા શબ્દ નિકળ્યા કે મહાબળ! આ મારું ચરિત્ર જોઈ તું શા માટે હસે છે ! તું પણ છેડા વખત પછી આ વડની ડાળી સાથે બંધાવાને છે. આવતી રાત્રિએજ ઊંચા પગ અને નીચું લટકતુ માથું રહેશે તેવી રીતે તું બંધાઈશ. પિતાજી! આ તેના શબ્દો સાંભળી મને ભય લાગે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust