________________ છાપખાના એકટ 040 -~-~~ - ~ મારી પાસે રહી તું ઉત્તર સાધક થા. તારી સાહાયથી મારે મંત્ર તત્કાળ સિદ્ધ થશે. પિતાજી ! ગીની પ્રાર્થનાથી મને દયા આવી. તે વાત મેં કબુલ કરી હાથમાં ખગ લઈ તરત ઉત્તર સાધકપણે જ હું ઉભે રહ્યો. યેગીએ મને જણાવ્યું, હે વીર ! જે સ્થળે આ સ્ત્રી રૂદન કરે છે તે વડ છે. તે ઉપર શાખામાં બાંધેલું અક્ષતાંગવાળું ( આખું ) એક ચોરનું મૃતક ( મડદું) છે. તે ચોરનું શરી૨ ઉત્તમ લક્ષણવાળું છે તેને તું અહીં લઈ આવ. ગીના કહેવાથી ખર્શ લઇ હું ત્યાં ગયે. ત્યાં ચેરના મૃતકની નીચે, જમીન પર બેસી રૂદન કરતી એક સ્ત્રી મારા જોવામાં આવી. | મેં તેને બોલાવી, બાઈ ! તું કેણ છે? શા માટે કફણસ્વરે રૂદન કરે છે. આવી ભયંકર રાત્રિએ શ્મશાનમાં એકાકી કેમ ? ' , મારા શબ્દો સાંભળી, તરતજ મુખ ઉઘાડી, નિશ્ચળ - ષ્ટિએ મારા સંમુખ જતી તે બોલવા લાગી. હે સત્યરૂષ ! હું મંદભાગ્યવાળી, મારા દુઃખની વાત તને શું કહું આ વડની. શાખામાં ઉંચે બાંધેલ જે પુરૂષ છે તે અલંબાદ્રિની ગુફામાં રહેનાર અને નગરને લુંટનાર લેભસાર ( લેહ ખુર ) નામને ચેર છે. આજથી બીજા દિવસઉપર રાજપુરૂએ, છળ, પ્રપંચથી તેને પકડી લઈ રાજા પાસે ઉભે કર્યો હતો. રાજાએ કોઈ કરી સાંજે આ વડ ઉપર લટકાવી મારી નખાવ્યું છે. હું તેની વહાલી સી છુંતે દુઃખથી હું રૂદન કરું છું. જે દિવસે તેનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust