________________ ( 12 ) શીમંડળ ભાગ 2 જે 2-8-0 પ્રમાણે મહાબળને જણાવી, તે કાર્ય માટે વીરધવળ રાજા બહાર ગયે. મહાબળ–પ્રિયા ! આપણું ઇચ્છિત કાર્ય સિદ્ધ થયું. મારી કરેલી પ્રતિજ્ઞા આજે પૂર્ણ થઈ. તારા પિતા સમક્ષ તારું પાણિગ્રહણ થયું. પણ પૃથ્વસ્થાનપુર જઈ મારી માતાને હાર આપવાની કરેલી પ્રતિજ્ઞા હજી બાકી છે. તે પૂર્ણ થતાં આપણને શાંતિનો વખત સારી રીતે મળશે. - આપણે કાલે ભટ્ટારિકાને મંદિરે મળ્યાં હતાં, પણ પિત પિતાનાં કાર્યમાં ઉસુક હોવાથી, બે દિવસમાં કરેલાં કાર્ય સંબંધિ વાર્તાલાપ કરવાનો આપણને વિશેષ વખત મળ્યું નથી. અત્યારે એકાંત સારી છે. રાજા પણ આપણા પ્રયાણની તૈયારી કરવા ગયા છે, માટે તે વાર્તા આપણે અત્યારે કરીએ. આ પ્રમાણે મહાબળ કહે છે, તેવામાં વેગવતી નામની મલયાસુંદરીની ધાવમાતા ત્યાં આવી પહોંચી. તે મલયાસુંદરીને કર્તવ્ય છે કે કાંઈ બીજો પ્રપંચ છે? મલયાસુંદરી-૨વામીનાથ ! મારા ગુપ્ત રહસ્યનું સ્થાન આ મારી ધાવમાતા છે. માટે આપણી બનેલી હકીકત આપ આ વેગવતીને કહે તે કાંઈ હરકત જેવું નથી. તે જાણવા માટે તેનું મન વિશેષ ઉત્સુક થઈ રહ્યું છે. - મલયાસુંદરીના આગ્રહથી મહાબળે વેગવતીને સંભળાવવા માટે પિતાને વૃત્તાંત શરૂ કર્યો. ભટ્ટારિકા દેવીના મંદીરથી બને જુદાં પડયાં ત્યાં સુધી વેગવતીને જણાવી, પાછળનો વૃત્તાંત મલયાસુંદરીને ઉદ્દેશીને મહાબળે કે શરૂ કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust