________________ જાદુકળા પ્રકાશ સેનેરી પુંડ -9-0 ( 1.1 નિવાસસ્થાનમાં ગયાં; એ અવસરે જા વરધવળ, મહાબળ કુમારપાસે જઈ પિનાને સંશય પૂછવા લાગ્યો. રાજકુમાર ! તમે પિતાના શહેરથી આ પ્રસંગ ઉપર અકમાસ્ત એકાકી કેવી રીતે આવી પહોચ્યા ? પિતાની પ્રિયા સન્મુખ દષ્ટિ કરી, પૂર્વ ગોઠવી રાખેલા પ્રપંચિત કપટાનુસાર કુમારે ઉત્તર આપે. મહારાજા ! મને મારા સ્થાનથી ઉપાડીને કોઈ દેવીએ અકરમાતું આડું લાવી મૂકે છે. રાજા તમારું કહેવું બરોબર છે. આ કાર્ય કુળદેવીનું કરેલું હોય એમ સંવે છે. મહાબળ-મારા વિરહને સહન નહિ કરનાર મારા માતા પિતા, મારા વિરહથી દુઃખી થઈ આમ તેમ મારી રાહ જોયા કરતાં હશે. અતિ સ્નેહિત હૃદયવાળાં માતા, પિતા, જે મને બાર પ્રહરની અંદર નહિ જુવે તે નિચે મરણ પામશે. માટે, મહારાજા ! મારા પર કૃપા કરી મને જલદી વિસર્જન કરે. જે હું પડવેને દિવસે સૂર્યોદય વેળાએ પૃથ્વીસ્થાનપુર પહોચીશ તે મને મારા માતા પિતાને મેળાપ થશે, નહિતર પછી તેમને મેળાપ થવે મને અસંભવિત જણાય છે. રાજા-કુમાર ! તમારે જરા પણ અતી નહિ કરવી. તમારી સર્વ ચિંતા મારા શિરપર છે. પૃથ્વી સ્થાનપુર અહીંથી બાસઠ યેચન છે. માટે રાત્રિના પ્રથમ પ્રહર પર્યત અહીં રહે. ત્યાં સુધીમાં તમારા માટે હું એક ઉત્તમ જાતની અને ઝડપથી ચાલનારી સાંઢણી તૈયાર કરાવું છું. તેમજ કોપાયમાન થયેલા રાજકુમારને સત્કાર કરી વિસર્જન કરી આવું છું. આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust