________________ ( 18 ) કયા કલ્પવૃક્ષ 0-4-09 - annan memminna દ્રવ્ય લઈ તે ત્યાંથી બહાર નીકળી પડયો. નિમિત્ત આના જવાપછી નાના પ્રકારની ચિંતા અને વિચારમાં તે રાત્રી રાજાએ ઘણું કષ્ટથી પસાર કરી. - પ્રાતઃકાળમાં શહેરના દરવાજા ઉઘડયા કે, તરતજ નિમિતીએ શહેરમાં આવી, રાજાને આવી મળે. નિમિતીઆને જોતાં જ રાજાના આનંદનો પાર ન રહ્યો. નિમિત્તી ખરેખર સત્યવાદી છે. રાજાએ તેની વિશેષ પ્રશંસા કરી, સન્માનપૂર્વક જણાવ્યું કેમ તમારે મંત્ર સિદ્ધ થયે કે ? " નિમિત્તે જણાવ્યું. મહારાજા ! એ મંત્ર દુઃસાધ્ય છે. હમણાં તેના મોટા ભાગની સિદ્ધિ - ઇ ચુકી છે, હજી કેટલીક સિદ્ધિ થવી બાકી છે. છતાં મેં આપને પ્રાતઃકાલમાં પાછું આવવાનું વચન આપ્યું હતું, તે વચન સંભારીને આપને અવૃતિ ન થાય માટે હું જલદી પાછા આવ્યા છું. અહી સ્થંભના અર્ચનની વિધિ કરી, ફરી પાછું મારે તે મંત્ર સિદ્ધ કરવા જવું પડશે? - રાજા આશ્ચર્ય પૂર્વક–અહ જ્ઞાની. તારી પરોપકર બુદ્ધિ : મારા માટે અર્ધ સાધિત મંત્રને અધુરો મૂકી કહેલ વખતે તું હાજર થયો. ખરેખર અંગીકાર કરેલ કાર્યને નિષ્ઠ કરનારા તારા જેવા ઉત્તમ પુરુષે આ દુનિયામાં વિરલા છે. ઈત્યાદિ પ્રશંસા કરી રાજા શાંત ચિત્તે બેઠે છે, તે અવસરે રયંભની શોધ કરવા માટે ગામ બહાર મોકલાવેલ પુરૂષે આવી પહોંચ્યા. હાથ રાજાને આ પ્રમાણે કહેવા લાગ્યા. મહારાજા ! આપના આદેશથી સ્થભની શેાધ કરવા માટે અમે ગામ બહાર ગયા હતા, અમે આજુ બાજુ ફરતા હતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust