________________ વીમળા 0-8-0 ( 17 ) મ ધોકાર ચાલ્યું અને સાંજ થતાંજ વિશાળ મંડપ તૈયાર છેચે. બીજી બાજુ રાજા, અને રાજકુમારોને ઉતરવાના આ કા પણ તૈયાર થયા સ્વયંવર મંડપાદિક સર્વ તૈયારીઓ થતી જોઈ , શહેરના લોકે તરેહવાર વાતના ગપગેળાઓ ચલાવતા હતા. અરે! જુઓ ખરા રાજાની મૂર્ખતા ! કન્યા સિવાય વંચર માંડી બેઠે છે. ? માને કે કદાચ નિમિતીઓના કહેવા મુજબ રાજકન્યા નહિ મળી આવે છે, આ સર્વ એકઠા થતા રાજકુમારને તે શું ઉતર આપશે ? રાજાની દેશમાં લઘુતા થરો. કદાચ નિરાશા, અને અપમાનથી કોપાયમાન થઈ, તે સવે રાજકુમારો લંડ નહિ ઉઠાવે ! અથવા આ યુક્ત છે, અને આ અયુક્ત છે, તે અત્યારે આપણે શું કહી શકીએ ? અવસરે બધું જણાઈ આવશે. સંધ્યા વખત થતાંજ અનેક રાજાઓ, અને રાજકુમારો જુદી જુદી દિશાઓ તરફથી પરિવાર સહિત આવવા લાગ્યા. રાજાએ પણ તે સર્વનું સન્માન કરી, જુદા જુદા આવાસ, ઉતરવા માટે આપ્યા. નિમિત્તીઆએ રાજાને જણાવ્યું. રાજન ! મારે એક મંત્ર સાધવાનો છે, તે અધસિદ્ધિ તે થઈ ચુકી છે. પણ બાકને ભાગ હજી હવે સિદ્ધ કરવાનું છે. તે મંત્ર જે આજની રાત્રિએ સિદ્ધ ન થાય તે, મારું કાર્ય સિદ્ધ ન થઈ શકે માટે તે મંત્ર સિદ્ધ કરવા, આજની રાત્રિ માટે, મને રજા આપવી જોઈએ, પ્રાતઃકાળ થતાં જ પાછે હું આપની પાસે આવીશ. રાજાએ ખુશી થઈ રજા આપી. વિશેષમાં જણાવ્યું કે મંત્રસાધન માટે કોઈપણું ઉપયેગી વસ્તુની કે દ્રવ્યની જરૂર જણાય તે સાથે લેતા જાઓ. રાજાના કહેવાથી ઉપગ જેટલું P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust