________________ ( 11 ) ચાંદબીબી 2-9-0 મહારાજ ! આમ રૂદન કરવાથી શું ફાયદો થશે? ચાલે, પેલા અંધ કુવામાં તપાસ કરીએ, કદાચ પદયથી રાજકુમારી હજી જીવતી મળી આવે . ? રૂદન બંધ કરી રાજા પ્રમુખ હજારે મનુષ્ય, મધ્ય રાત્રિએ તે અંધારા કુવા પાસે ગયા. તત્કાળ મટી મસા કરી, તેમાં માણસોને ઉતરાવ્યાં. કુવામાં ચારે બાજુ તપાસ કરાવી, છતાં કુમારીનું ચિન્હ માત્ર પણ ત્યાં દેખવામાં ન આવ્યું. ત્યાંથી નિરાશ થયેલે, ક્રોધથી ધમધમતે રાજા મારી સ્વામિનીના મહેલમાં આવ્યું. દ્વાર ઉઘાડી અંદર તપાસ કરી પણ કનકવતી જોવામાં ન આવી. ત્યારે રાજા કેપ કરી કહેવા લાગે " અરે ! તે વરણી કયાં નાશી ગઈ? જાઓ. ચારે બાજુ તપાસ કરે તે પાછલા ગોખથી નાશી ગઈ જણાય છે. પગલે, પગલે તપાસ કરી તેને પકડી લાવે. ' - રાજાના આદેશથી તેનું સર્વસ્વ રાજપુત્રોએ લુંટી લીધું. અને તેના સર્વ પરિવારને કેદ કર્યા. એટલું કર્યાંથી કાંઈ રાજાનું મન શાંત થાય તેમ નહોતું. તેને તે કારી ઘા લાગ્યું હતું. નિર્દોષ પુત્રીના નિગ્રહ કરવાના પશ્ચાતાપથી રાજા, રાણી સાથે પાછે મચ્છમાં પડે છે. .. હે ક્ષત્રિય કુમારે ! રાજા વિરધવળ, રાત્રિના બે પહેર જીવતે રહે તે મેટું ભાગ્ય, સમજવું. પ્રાતઃકાળે તે અવશ્ય ચિંતામાં પ્રવેશ કરી મરણ સાધશે. અમારી શોધમાં ફરતા રાજપુરૂષને જોઈ, કનકવતીએ મને જણાવ્યું કે, હવે આપણે બન્નેને એક ઠેકાણે રહેવું તે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust