________________ વિવિધ પુજા સંગ્રહ ચારે ભાગની રૂ. 1-8-0 ( 3 ) કરનારાએ, અને પાપમાં વિશેષ પ્રવૃત્તિ કરનારા કેટલાક સુખી દેખાય છે. વ્યવહારિક કાર્ય પ્રપરામાં પણ કદામાં તેમને વિજય થતે જોવામાં આવે છે. ઈત્યાદિ પ્રત્યક્ષ કારણેને જોઈ . કેટલાએક મનુષ્ય " ધર્મ છે કે નહિ ? ધર્મનું ફળ મળતું હશે કે કેમ ? પાપીઓ સુખી શા માટે ? ધર્મીઓ દુઃખી કેમ થાય ? " વગેરે શંકાની નજરે ધમર તથા તેના ફળને જુવે છે. ખરૂં પુછતે આવી શંકા કરનારા મનુષ્ય ધર્મની અને કાર્ય કારણના નિયમની ઊંડી શોધમાં ઉતરેલા નથી હોતા. તેઓએ વિચારવું જોઈએ કે, કારણું પહેલું અને કાર્ય પછી, આ વ્યવહાર દુનિયાના મોટા ભાગનાં કર્તવ્યોને લાગુ પડે છે. એક બીજ, જમીનમાં વાવ્યા પછી તેને જમીન, હવા પાણી, ખાતર, વિગેરે નિમિત્તે તદન અનુકુળ હોય, તે બીજ ઘણા થોડા વખતમાં અંકુરા, ડાળાં, પાંખડાં, વિગેરેને ઉત્પન્ન કરી એક વૃક્ષના રૂપમાં દેખાવ દેશે, અને ફળ પણ આપશે. છતાં આ બીજને ગમે તેટલાં અનુકુળ સાધન હોય, તથાપિ એક જ દિવસમાં કે એકાદ કલાકમાં મહાન વૃક્ષ રૂપે થઈ ઉત્તમ ફળો આપનાર તમે નહિ જ જોઈ શકે કારણકે, કારણને કાર્યના રૂપમાં આવવાને કાંઈપણ અંતર ( આંતરૂં કે વ્યવધાન) ની જરૂર છે. આ વૃક્ષનું બીજ સ્વાદુ ફળ આપનાર હેવાથી તેમજ તેને જોઈતાં સાધને ઘણી ઝડપથી આપવામાં આવેલાં હોવાથી તે વૃક્ષને બીજાં થોડાં સાધનવાળાં વૃક્ષની અપેક્ષાએ વહેલા અને સ્વાદિષ્ટ ફળો આવશે, આવી જ રીતે કડવા ફળ વાળા વૃક્ષને બધાં સાધને અનુકુળ મેળવી આપ્યાં હશે તે તે વૃક્ષને બીજાં સાધનવિનાનાં વૃક્ષોની અપેક્ષાએ વહેલાં P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust