________________ (2) - ચાવીસી વિસી સંગ્રહ રૂ. 1-8-0 કે ધર્મ કરનારને તે પ્રાપ્ત ન થાય. ટૂંકમાં કહીએ તે સ્વગ અને મોક્ષની પ્રાપ્તિ પણ ધર્મથી જ થાય છે. આ ધર્મમાહાસ્યનું કથન કાંઈ શ્રદ્ધા માત્રથી જ છે એમ નથી. વિચારશીલ મનુષ્ય વિચાર કરશે, તે તરતજ તેઓને નિર્ણય થશે કે દુનિયામાં એક માણસ સુખી અને બીજો દુઃખી એક જ્ઞાની બીજે મૂખ, એક નિગી બીજે રેગી, એક ધનવાન બીજે નિધન એક દાતા બીજે ભિક્ષા લેનાર, લાખે મનુષ્યોને પૂજ્ય એક મનુષ્ય લાખો મનુષ્યોને તિરસ્કારને પાત્ર બીજે મનુષ્ય, ઈત્યાદિ વિવિધ પ્રકારની વિચિત્રતાને અનુભવ શામાટે થાય છે ? મનુષ્યપણું સરખું છતાં આ તફાવત શા કારણને લઈને ? એકજ કાયને માટે સર્વ જાતનાં સાધનો એકઠા કરી, સરખી રીતે પ્રયત્ન કરવા છતાં એકનો તે કાર્યમાં વિજય અને બીજાની નિષ્ફળતા જાય છે આ વિજય અને નિષ્ફળતાનું કારણ શું ? આ વિષમતાના કારણની શોધ માટે ગમે તેટલા વિકે વિચારવંત ઉઠાવે પણ છેવટે તેના મુખ્ય કારણ રૂપ ધમનો સ્વીકાર કર્યા સિવાય ચાલવાનું નથી, ધર્મ વિષય ઘણે ગહન છે. તેનાં કાય કારણ નિયમને અભ્યાસ ઘણી બારિકતાથી કરવાનું છે. તેમ કર્યા સિવાય ઘર્મના ઉપરચેટીયા જ્ઞાનથી ઘણી વખત મનુષ્ય ગંભીર ભૂલ કરી દે છે, અને ધર્મ શ્રદ્ધાને શિથિલ કરી દે છે, * દાખલા તરિકે ઘણીવાર ધર્મશ્રદ્ધાન શિથિળ થવાનું કારણ એ બને છે કે, પાપવૃત્તિથી આજીવિકા કરનારાઓ, છળ પ્રપંચ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust