________________ સુહાબહેતરીની વારતા. 0-12-0 (100) સાંભળવાં નથી. તે કહી દેજે કે અહીં આવીને મુખપણ ન દેખાડે, અને કેટવાળ જેમ કહે તેમ મરણ સાધી લે. " રાજાનાં આવાં છેવટનાં વચનો સાંભળી દાસીને ઘણું દુઃખ લાગ્યું. તેનું હદય ભરાઈ આવ્યું. આંખમાંથી અશ્રુધારા ચાલવા . લાગી. છેવટે ધીરજ ધરી દાસીએ મલયાસુંદરીને છેલ્લે સંગ દેશે જણાવ્યું. મહારાજ ! આપને આ છેલ્લે જ આદેશ છે તે મલયાસુંદરી ગોળા નદીના કિનારા પર પાતાળમૂળ નામને અંધારો અને ઉડે કુવે છે તેમાં ઝુંપાપાત કરી મરણ સાધશે. આટલા શબ્દ કહી રાજા તરફથી ઉત્તર સાંભળવા પણ બેટી ન થતાં, દાસી તત્કાળ મલયાસુંદરી પાસે આવી, અને બનેલ હકીકત સવિસ્તર જણાવી. - શાણી અને સમજુ મલયા સુંદરીનો અત્યારે ખરી કસોટી ને વખત હતો અચાનક તેને માથે આ આફત આવી પડી હતી. તે અત્યારે પિતાનાં કલિષ્ટ કર્મોને જ નિદતી હતી. બાલ્યા . વસ્થામાં તેને જે શિક્ષણ આપવામાં આવ્યું હતું તે શિક્ષણના , પ્રભાવથીજ આવી વિપત્તિમાં તેની હિમ્મત બની રહી હતી. તેના મુખમાંથી ઘણીવાર આ શબ્દજ નીકળતા હતા. આ “જે વિધી કરશે તેહી થશે, નહિ થાય હૃદય ચિંતવ્યું તારૂં . હે ચિત્તા આમ ઉત્સુક થઈ, અનેક ઉપાય ચિતવે શા સાર?” રાજાને છેવટને હુકમ સાંભળી મલયાસુંદરી, મરવાને માટે તૈયાર થઈ. પંચપરમેષ્ટિમંત્ર જાપ કરતી, અધકુવાનું લક્ષ કરી, નિર્ભયપણે પિતાના રક્ષકની આગળ ચાલવા લાગી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust